WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

વૃદ્ધ પેન્શન યોજના : Vrudhdh Pension yojana 2024, Best scheme for older

વૃદ્ધ પેન્શન યોજના : Vrudhdh Pension yojana 2024, Best scheme for older

વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2024 ડાઉનલોડ કરો

વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ: વૃદ્ધ સહાય યોજના: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલીકરણ કરવામા આવી છે. મહિલાઓ, બાળકો અને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવતી હોય છે.

વૃદ્ધ પેન્શન સહાય યોજના પણ આવી જ એક સહાયકારી યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવતી હોય છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન સહાય યોજના મા કઇ રીતે સહાય આપવામા આવે છે તેની માહિતી મેળવીશુ.

વૃદ્ધ પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના
યોજનાનું નામ  ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
લાભાર્થી જૂથ 60 વર્ષથી વધુ ઉંમર
મળતી સહાય દર મહિને રૂ.1000 થી રૂ.1250 સહાય
અમલીકરણ મામલતદાર કચેરી
ફોર્મ ક્યાથી મળશે ? કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી
ફોર્મ ડાઉનલોડ લીંક અહિં ક્લીક કરો
ઓફીસીયલ સાઇટ https://sje.gujarat.gov.in 
યોજનાની માહિતી સતત મેળવવા  CLICK HERE 

આ પણ વાંચો : હવે વ્યવસાય માટે મળશે 15 લાખ સુધીની લોન

વૃદ્ધ પેન્શન યોજનાના પાત્રતા ધોરણો

  • આ યોજનાનો લાભ મેળવવા માટે 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધો ફોર્મ ભરી શકે છે.
  • BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ. જો કે હવે નવી જોગવાઇ અનુસાર BPL યાદિમા ન હોય તો પણ આ યોજના અંતર્ગત સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.

વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી ક્યા આપવી ?

આ યોજના અંતગત સહાયનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ ફોર્મ ભરી જરૂરી ડોકયુમેન્ટ જોડી અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પરથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.

વૃદ્ધ પેન્શન સહાય યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજના અંતર્ગત સહાય ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટની જરૂરીયાત રહે છે.

  1. ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક)
  2. ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  3. લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
  4. બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ

વૃદ્ધ પેન્શન સહાય યોજના – મળતી સહાય

આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને દર મહિને રૂ. રૂ. 1000 /- ની સહાય તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને દર મહિને રૂ. 1250/- સહાય ચુકવવામાં આવે છે.

વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી અને ભરી શકાય છે.

  1. તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
  2. તમારા તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  3. ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે.
  4. નીચે દર્શાવેલ લીન્ક પરથી પણ ફોમ ડાઉનલોડ કરી શકાશે.  https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  5. ઉપરાંત આ આર્ટીકલમા નીચે PDF ડાઉનલોડ કરવા લીંક પણ આપેલ છે.

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના

60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને સહાય મળતી બીજી સહાયકારી યોજના એટલે નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપવામા આવેલી છે.

પાત્રતા ધોરણો

  1. આ યોજનાનો લાભ નીચે મુજબની પાત્રતા ધરાવતા લોકોને મળવાપાત્ર છે.
  2. ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ.
  3. તેમને ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોવો જોઇએ.
  4. અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોય તો પણ ફોર્મ ભરી શકે છે.
  5. આવક મર્યાદા જોઇએ તો અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. 120000/- અને શહેરી વિસ્તાર રૂ. 150000/- થી વધુ ન હોવી જોઈએ
  6. ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય તો આ યોજના અન્વયે પાત્રતા ધરાવે છે.
  7. ૬૦ થી વધુ ની ઉંમર ધરાવનાર દંપતી / બન્નેને મળવાપાત્ર છે.

Mudra Loan Yojana – Gujarat 2024

વૃદ્ધ પેન્શન ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટની આવશ્યકતા રહે છે.

  1. ઉંમરની સાબીતી માટે ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર (કોઇ પણ એક)
  2. આવકનો સક્ષમ અધિકારીનો દાખલો.
  3. દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  4. ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું સક્ષમ અધિકારીનુ પ્રમાણપત્ર.
  5. લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
  6. બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ

વૃદ્ધ પેન્શન યોજના સહાયની રકમ

૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય આપવામા આવે છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1250 સહાય આપવામા આવે છે. મઘડપણ મા આ સહાય મળવાથી વૃદ્ધો ને પોતાનુ ગુજરાન ચલાવવા માટે આ સહાયથી એક ટેકો મળી જાય છે.

આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામા આવે છે.

સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃધ્ધો માટે ઘની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ યોજનાઓને વધુ મા વધુ શેર કરો.

ઘરે બેઠા LPG Gas E-KYC કરો 2024 ની તમામ સરકારી યોજનાઓ
SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024
નમો ડ્રોન દીદી યોજના સિક્યોરિટી ગાર્ડ ભરતી
મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના
ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000 રોકો 10 હજાર અને મેળવો 10 લાખ
તમારું ગામ, તાલુકો કે જિલ્લાઓનો નકશો ડાઉનલોડ કરો સુકન્યા સમૃદ્ધિ યોજના
નમો ટેબ્લેટ યોજના 2024 પીએમ ઉજ્જવલા યોજના
રોજગાર સંગમ યોજના મફત પ્લોટ યોજના ફોર્મ
પ્રથમ મતદાર યાદી 2024 જાહેર RTE ફ્રી પ્રવેશ જાહેરાત
Police Bharti 2024 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *