WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Police Bharti 2024 : ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી – BEST VACANCY OF THE YEAR

Police Bharti 2024 : ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી – BEST VACANCY OF THE YEAR

Police Bharti 2024 : ગુજરાતમાં પોલીસમાં આવી 12000ની ભરતી – કરો હવે બમણી તૈયારી

Police Bharti 2024
Police Bharti 2024

Police Bharti 2024 : ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને ખુશ કરતો એક નિર્ણય લઇને લીલી ઝંડી આપી છે  જેથી પરીક્ષાની તૈયારી કરતા યુવાનો બામણા હોશથી તૈયારી શરુ કરી છે.

જો હજુ તમે તૈયાર્રી શરુ ન કરી હોય તો આજેજ શરુ કરી દેજો અને 12000 જેવી મોટી ભરતી આવી છે તો હવે આ ખુબ અગત્યનો મોકો છે.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ હેઠળના પોલીસ વિભાગમાં 12000 જેટલી બંપર જગ્યાઓ માટે ભરતી કરવાની સરકારે લીલી ઝંડી આપતાં હવે પોલીસ ભરતી બોર્ડ ટૂંક સમયમાં જ ભરતી માટેનું નોટિફિફેશન જાહેર કરશે.

Police Bharti 2024

ગુજરાત રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં પોલીસ ભરતી થવાને લીધે નોકરીની રાહ જોઈ રહેલા લાખો યુવાનો માટે સારા સમાચાર મળી રહ્યા છે. માનનીય ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ જાહેરાત કરતા લાખો યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. પોલીસ વિભાગમાં વિવિધ પદો માટે ભરતી કરવાની કાર્યવાહી  શરૂ કરવામાં આવી રહી છે ત્યારથી જ યુવાનો એ તૈયારીના બીજ રોપ્યા છે.

Police Bharti 2024  માં કુલ જગ્યા

કુલ 12000 જગ્યાનું વિશ્લેષણ જોઈએ તો ….

POST  Number
            બિન હથીયારી કોન્સ્ટેબલ 6600
હથીયારી કોન્સ્ટેબલ 3302
અનામત પોલીસ દળ (SRP ) 1000
જેલ સિપાહી 1013
જેલ મહિલા સિપાહી 85
કુલ  12000 

 

હવે તૈયારી કરતા મિત્રોએ એ પણ જાણી લેવું જોઈએ કે આ પરીક્ષાની પધ્ધતિ કઈ હશે અને તમારે કઈ રીતે તૈયારી કરવાની છે.

પોલીસ ભરતી માટેની પરીક્ષા પધ્ધતિ 

Police Bharti 2024 :  ગુજરાત પોલીસ ભરતી માટેની પરીક્ષા હવે નવા નિયમ મુજબ લેવામાં આવશે. લેખિત પરીક્ષા MCQ પધ્ધતિ અને બહુ વિકલ્પ પધ્ધતિ મુજબની રહેશે.

અગાઉ દોડ માટે ઉમેદવારોને વધારાના ગુણ મળતા હતા તે પધ્ધતિ દૂર કરીને તેને બદલે દોડ  નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. નિયત સમયમાં દોડ પૂર્ણ કરનારને લેખિત કસોટી આપવા દેવામાં આવશે. તેમજ અગાઉ ઉમેદવારના વજનને ધ્યાને લેવામાં આવતું હતું તે બાબત હવે રદ કરવામાં આવી છે.

લેખિત કસોટીના અભ્યાસક્રમમાં  પણ ધરમૂળથી ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે કુલ 200 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને તેમાં બે પ્રશ્ન પત્રો રહેશે. તેમજ દરેક પ્રશ્ન પત્રના દરેક પાર્ટમાં પાસ થવા માટે ઉમેદવારોએ 40 % ગુણ પ્રાપ્ત કરવાના રહેશે.

Police Bharti 2024
Police Bharti 2024

Police Bharti 2024  પ્રશ્નપત્રો

પ્રશ્નપત્ર – 1     
PART – 1  80 ગુણ

ઉત્તીર્ણ થવા માટે  દરેક પાર્ટમાં ઉમેદવારોએ 40 ટકા ગુણ પ્રાપ્ત કરવાના રહેશે. 

PART – 2  120 ગુણ
પ્રશ્નપત્ર –  2
પાર્ટ A 70 ગુણ પાર્ટ A અને પાર્ટ B માં ઉમેદવારે પાસ થવા   40 ટકા ગુણ મેળવવાના રહેશે.

પાર્ટ B 30 ગુણ
પ્રશ્ન પત્ર 1 નાં બંને વિભાગમાં 40 ટકા કરતાં ઓછા ગુણ ધરાવતા ઉમેદવારનું પેપર 2 ચકાસવામાં આવશે નહી.

Police Bharti 2024

આ પણ વાંચો : પ્રાઈવેટ સ્કુલમાં ધોરણ 1 થી 8માં ફ્રી ભણવાની તક  

Police Bharti 2024  અભ્યાસક્રમ

અગાઉના અભ્યાસ ક્રમ માંથી સાયકોલોજી,સોશ્યોલોજી,આઇ.પી.સી. એક્ટ, સી.આર.પી.સી.એક્ટ એવીડન્સ એક્ટ,ગુજરાત પોલીસ એક્ટ,પ્રિવેન્સન ઓફ એટ્રોસીટી એક્ટ,મોટર વ્હીકલ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને પ્રિવેન્સન ઓફ કરપ્શન એક્ટ જેવા વિષયોને અભ્યાસક્રમ માંથી દૂર કરીને નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

ઉમેદવારોને મળતા વધારાના ગુણ :

અગાઉ ઉમેદવારોને રક્ષા શક્તિ યુનિવર્સિટીના અભ્યાસનાં પરિણામને આધારે વધારાના ગુણ આપવામાં આવતા હતા. તેમાં સુધારો કરીને રક્ષા શક્તિ યુનિવર્સિટી ઉપરાંત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં મેળવેલ ગુણને બદલે કરેલ અભ્યાસના સમયગાળાને ધ્યાનમાં લઈ ગુણ આપવામાં આવશે

  • લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા

પધ્ધતિમાં ફેરફાર

  • લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ
  • શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો OBJECTIVE MCQ TEST માં ભાગ લઇ શકશે.
  • ૧૦૦ ગુણની MCQ TESTને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે: પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે.
  • સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યાં છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ.
  • પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
  • અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે ર00 ગુણનું ૩. કલાકનું OBJECTIVE MCQ TEST એક  જ પેપર લેવામાં આવશે.
  • આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

પરીક્ષા પદ્ધતિનો અભ્યાસક્રમ

PART – A 
1 Reasoning and Data Interpretation 30
2 Quantitative Aptitude 30
3 Comprehension in Gujarati language 20
                                    TOTAL                                                                                                80
PART – B
1 The Constitution of India 30
2 Current Affairs, Science and Technology, General Knowledge 40
3 History, Cultural Heritage and Geography of Gujarat and Bharat 50
                   TOTAL                                                                                                       120

મિત્રો આ લેખ ખાસ તમારા માટે બનાવેલ છે તો આ લેખ તમને જરુર પસંદ આવ્યો હશે.

 

ઓનલાઈન ફોર્મ ભરવા માટે :- Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *