WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

મફત પ્લોટ યોજના ફોર્મ: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, જાણો પુરી પ્રોસેસ

મફત પ્લોટ યોજના ફોર્મ: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, જાણો પુરી પ્રોસેસ

મફત પ્લોટ યોજના ફોર્મ: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, જાણો પુરી પ્રોસેસ

મફત પ્લોટ યોજના : મિત્રો આજના સમયમાં પણ રોટી, કપડા અને મકાનને પ્રાથમિક જરૂરીયાત ગણવામાં આવે છે. અને આ જરુતીયાત પોતાનું મકાન હોવું એ ખુબ જરૂરી બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે સરકારની યોજના છે જેમાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓને 100 ચો.મી જગ્યામાં મળશે મફતનો પ્લોટ.

રાજયમા ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે પોતાનુ ઘર બનાવી શકે તે માટે 100 ચો.મી. સુધીના ઘરથાળના મફત પ્લોટ ફાળવવા પંચાયત વિભાગ, નાણા વિભાગ અને મહેસુલ વિભાગ દ્વારા મંજુરી આપવામા આવી છે.

મફત પ્લોટ યોજનાની  શરૂઆત 1972 થી કરવામા આવી હતી. હાલ ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાનુ અમલીકરણ કરવામા આવે છે. મફત પ્લોટ યોજના ફોર્મ કયાથી મળશે અને કયા ભરીને આપવાનુ હોય તેની માહિતી મેળવીએ.

મફત પ્લોટ યોજના
મફત પ્લોટ યોજના

મફત પ્લોટ વિશે :-

યોજના મફત પ્લોટ યોજના ગુજરાત
પોસ્ટનું નામ Mafat Plot Yojana Form
અમલીકરણ વિભાગ પંચાયત વિભાગ – ગુજરાત
લાભાર્થી જુથ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ લોકો
ક્યાં રાજ્યમાં લાગુ ગુજરાત
યોજના શરૂઆત 30-07-2022
સતાવાર વેબસાઈટ panchayat.gujarat.gov.in
અરજી મોડ ઓફ લાઈન

મફત પ્લોટ યોજનાનો ઉદ્દેશ્ય :-

આ યોજનાઓ મુખ્ય ઉદ્દેશ્ય મકાન વિહોણા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે મકાન આપવાનો છે જેમાં લોકો પોતાનું સારું જીવન જીવી શકે તથા તેમના પરિવારના સભ્યોને સ્થાયી રહેઠાણ આપી શકે. ગ્રામ્ય જીવનમાં પંચાયત હેઠળ આવતી જમીનનો યોગ્ય ઉપયોગ થાય અને તે ગામના લોકોને મફત પ્લોટ યોજનાનો લાભ મળે તે માટે શરુ કરવામાં આવી છે.

હાલમાં રહેલી સરકાર દ્વારા ઘણી બધી લોકોપયોગી યોજના  રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આવી યોજના લોકો સમક્ષ મુકવામાં આવી રહી છે અને જે તમારા સુધી પહોચાડવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ.

આ પણ વાંચો :  શિક્ષિત બેરોજગાર યુવાનોને રાજ્યમાં નોકરીની તકો પૂરી પાડવામાં આવશે અને ₹1,500 થી ₹2,500 પ્રતિ માસ સુધીનું બેરોજગારી ભથ્થું 

મફત પ્લોટ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આ યોજના નુ નિયત અરજી ફોર્મ
  • અરજદાર ના રેશનકાર્ડની નકલ
  • અરજદાર ના ચૂંટણીકાર્ડની નકલ
  • અરજદારના આધારકાર્ડની નકલ
  • BPL યાદિ માટે SECC મા નામ હોવા અંગેની વિગત
  • ખેતીની જમીન નથી ધરાવતા તે બાબત નો દાખલો
  • પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ યોજના માટેની પાત્રતા :- 

મફત પ્લોટ યોજના માટેની પાત્રતા નીચે મુજબ છે. 

  • ગ્રામ્ય વિસ્તારમા જે લોકો પ્લોટ ધરાવતા નથી તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • અરજદાર કોઈપણ પ્રકારની જમીન ધરાવતા હોવા જોઇએ નહિ.
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવા જોઈએ.
  • અરજદાર પુખ્તવયના હોવાજોઈએ. એટલે કે અરજદાર સગીરવયના ન હોવો જોઈએ.
  • જેઓ ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક-આર્થિક અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી-2011 માંથી લાયક કુટુંબ અથવા રાજ્ય અથવા કેન્દ્ર સાથે આવે છે તેઓ સરકારી આવાસ નિર્માણ સહાય માટે લાયકાત ધરાવતા હોવા જોઇએ.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર કે તેના પતિ કે પત્નિ ના નામે રાજ્યમાં ક્યાંય કોઈ પ્લોટ કે મકાન ન ધરાવતા હોવા જોઈએ.
  • અરજદાર ઓછામાં ઓછા એક વર્ષથી તે ગામમાં વસવાટ કરતા હોવા જોઈએ.
  • અરજદાર ખેતીની જમીન ધરાવતા ન હોવા જોઇએ.

આ યોજના માટે કઈ રીતે અરજી કરવી ? 

  • આ યોજના અંતર્ગત અરજી કરવાની પ્રોસેસ જોઇએ તો તેનો લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ઓફલાઈન અરજી કરવાની હોય છે. અરજી કરવા માટે ગ્રામ પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી કોઈ ભૂલ વગર ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી મંત્રી શ્રીના સહી અને સિક્કા કરાવવાના હોય છે.
  • ગુજરાત સરકારની આ યોજના ખુબ જ સારી છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારમા ઘરવિહોણા લોકોને ઘર બનાવવા પ્લોટ મળી રહે છે. આ યોજનાની વધુ માહિતી તમારા ગામમા ગ્રામ પંચાયત માથી તલાટી મંત્રી પાસેથી મળી રહેશે.

મહત્વની લિંક :- 

01/05/2017નો ઠરાવ ડાઉનલોડ કરો  અહીં ક્લિક કરો
ઓફીસીયલ નોટિફિકેશન માટે  અહીં ક્લિક કરો
મફત પ્લોટ યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લિક કરો
આવી જ માહિતી મેળવવા માટે  અહીં ક્લિક કરો
અમારા WhatsApp Group માં જોડાવા માટે  અહીં ક્લિક કરો

 

FAQs :-

આ યોજના કયા વિભાગ હેઠળ આવે છે?

  • મફત પ્લોટ યોજના ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ હેઠળ આવે છે.

મફત પ્લોટ યોજના નો લાભ લેવા કઇ રીતે અરજી કરવાની રહેશે ?

  • ઓફલાઇન, ગ્રામપંચાયતમા

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *