WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 – First RTE Free Admission 2024

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 – First RTE Free Admission 2024

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 :- છેલ્લા ઘણા સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને પ્રવેશ પ્રક્રિયાની આખરે સરકારે તારીખ જાહેર કરી છે. આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પૂરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.

Table of Contents

શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ધોરણ 1માં પ્રવેશ માટેની શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે. જરૂરી 1 ડોક્યુમેન્ટ સાથે વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

રાજકોટ શહેર અને જિલ્લામાં અંદાજિત 6000 જેટલી ઉપર રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. રાજકોટ શહેરમાં 600થી વધુ શાળાઓ અને ગ્રામ્યમાં 400થી વધુ શાળાઓમાં આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ અપાશે. રાજકોટ જિલ્લાની ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો પર આરટીઈ હેઠળ જરૂરિયાતમંદ વર્ગના બાળકોને પ્રવેશ અપાશે.

ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજિયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો’ અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે ..

RTE જાહેરાત 2024
RTE જાહેરાત 2024

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 માટે રહેઠાણ નો પુરાવો :-

  • આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
  • જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
  • જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં.)

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 માટે વાલીનું જાતીનું પ્રમાણપત્ર :-

  • મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 જન્મનું પ્રમાણપત્ર :-

  • ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 ફોટોગ્રાફ :-             

  • પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 વાલીની આવકનું પ્રમાણપત્ર :-            

  • આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો જ માન્ય ગણાશે.

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024  બીપીએલ :-

  • ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 – જરૂરી દસ્તાવેજો :-

  • મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
  • અનાથ બાળક/સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક/બાલગૃહ ના બાળકો
  • જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
  • જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
  • જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
  • બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો
  • જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
  • સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો
  • સિવિલ સર્જન પ્રમાણપત્ર

ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)

  • સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)

(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો

  • સિવિલ સર્જન પ્રમાણપત્ર

શહીદ થયેલ જવાનના બાળકો

  • સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો

સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો

  • ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
  • બાળકનું આધારકાર્ડ
  • બાળકના આધારકાર્ડની નકલ​
  • વાલીનું આધારકાર્ડ
  • વાલીના આધારકાર્ડની નકલ​
  • બેંકની વિગતો
  • બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
  • સેલ્ફ ડિક્લેરેશન
  • પાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

આ પણ વાંચો :-સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 વિશે જાણો સંપૂર્ણ માહિતી

RTEનો સંભવિત કાર્યક્રમ | 6 એપ્રિલે પહેલો રાઉન્ડ જાહેર કરાશે.

  • 13 માર્ચ-2024 સુધી :- ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા વાલીઓને સમય અપાશે.
  • 14થી 26 માર્ચ :- RTEનું ઓનલાઈન ફોર્મ વાલીઓ ઓનલાઈન ભરી શકશે.
  • 14 માર્ચથી 28 એપ્રિલ :- જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ-રિજેક્ટ કરાશે.
  • 1થી3 એપ્રિલ :- રિજેક્ટ થયેલા ફોર્મમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પુનઃ તક અપાશે.
  • 1થી4 એપ્રિલ :- માત્ર રિજેક્ટ થયેલી અરજીઓ જિલ્લા કક્ષાએ પુનઃ ચકાસાશે.
  • 6 એપ્રિલ, 2024 :- પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જાહેર કરાશે.

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 માટે ઓનલાઈન ફોમટમા માત્ર ઓરીમજનલ ડોક્યમેન્ટ અપલોડ કરવાના રહેશે.

ખાસ સૂચના :-

  • RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 માટે ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરીજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
  • JPEG અને PDF ફોર્મેટ ડોક્યુમેન્ટ અપલોડ થશે.
  • ડોક્યુમેન્ટ 450 kb થી ઓછી સાઈઝ રાખી અપલોડ કરવાના રહેશે.
  • રહેઠાણનો પુરાવો જો ભાડા-કરાર (રજીસ્ટર્ડ) હોય તો એક કરતા વધારે પેજ PDF ફોર્મેટમાં અપલોડ કરવા જેની સાઈઝ 5 MB થી નાની રાખવી.
  • આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે
  • રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
  • જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે.
  • (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં).
  • પાન કાર્ડ (PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
  • (સેલ્ફ ડીકલેરેશનનો નમૂનો વેબસાઈટનાં હોમપેજ પરથી મેળવી લેવો)
  • પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું.
  • ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટકરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
  • ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 – કુલ જગ્યાઓ :-

  • 83,326

RTE ની ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 

Vipul Nadiyadi

One thought on “RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 – First RTE Free Admission 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *