WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ગુજરાત તાર ફેન્સિંગ યોજના 2024

ગુજરાત તાર ફેન્સિંગ યોજના 2024

ગુજરાત તાર ફેન્સિંગ યોજના 2024

ગુજરાત તાર ફેન્સિંગ યોજના 2024 :- ગુજરાત સરકારે ખેડૂતોની સુખાકારીને ટેકો આપવા માટે આઈ ખેડુત પોર્ટલ અંતર્ગત નવી યોજનાઓ ખેડુતો માટે રજૂ કરી છે. આવી જ એક પહેલ ગુજરાતના ખેડૂતો માટે તાર ફેન્સીંગ યોજના છે. આ યોજના દ્વારા, ખેડૂતો તેમના પાકને જંગલી ડુક્કર અને હરણ જેવા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે તેમના ખેતરોની આસપાસ કાંટાળા તારની વાડ લગાવી શકે છે.

ગુજરાત તાર ફેન્સિંગ યોજના 2024

શું છે ગુજરાત તાર ફેન્સિંગ યોજના 2024 ?

  • ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024નો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના પાકની સુરક્ષા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવાનો છે. ખેડૂતો તેમના ખેતરની આસપાસ કાંટાળા તારની ફેન્સીંગ લગાવીને આ યોજનાનો લાભ લઈ શકે છે. અને સરકાર દ્વારા આ યોજના અંતર્ગત તારા ફેન્સીંગ વાડ લગાવવા માટે ખેડુતોને સબસીડી આપી મદદ કરવામાં આવે છે જેનાથી ખેડુતોને થતું નુકસાન ઘટે છે.

યોજના અંતર્ગત મળતા લાભો :- 

  • ગુજરાત તાર ફેન્સીંગ યોજના ખેડૂતોને કાંટાળા તારની ફેન્સીંગના ખર્ચના 50% સુધીની મહત્તમ ₹40,000 સુધીની સબસીડી આપે છે.

યોજના માટેની પાત્રતા :- 

  •  લાભાર્થીઓ ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ અને તેમની જમીનના માલિક હોવા જોઈએ.
  • લાયકાત મેળવવા માટે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન જરૂરી છે.
  • ખેડૂતો સામાન્ય, નાના અને સીમાંત, મહિલાઓ, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ શ્રેણીમાંથી હોવા જોઈએ.
  • ખેડૂતો આ યોજનાનો લાભ માત્ર એક જ વાર મેળવી શકશે.
  •  લાભાર્થીઓએ ઓછામાં ઓછી 10 વર્ષની સમય મર્યાદાનું પાલન કરવું આવશ્યક છે.

Kisan Maandhan Yojana 2024

Read More :- Kisan Maandhan Yojana 2024

યોજના માટે જરૂરી દસ્તાવેજો :- 

  • આધાર કાર્ડની નકલ
  • 7/12 અને 8 A ના ઉતારા
  • રેશન કાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • અન્ય સંયુક્ત માલિકો તરફથી સંમતિ પત્ર (જો લાગુ હોય તો)
  • સહકારી મંડળીઓ અથવા ડેરી ઉત્પાદક જૂથોની સભ્યપદ વિગતો
  • બેંક ખાતાની પાસબુક

યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ? 

ગુજરાત તાર ફેન્સિંગ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કરવા નીચેના તબક્કાઓને અનુસરવા પડશે.

1. iKhedut પોર્ટલ પર નોંધણી કરો: iKhedut પોર્ટલની મુલાકાત લો (https://ikhedut.gujarat.gov.in/) અને જો તમારૂ ખાતુ આ પોર્ટ્લ પર અગાઉથી બનાવેલ હોય તો યોજનાઓ પર જાઓ અને જો પહેલેથી નથી. “નવા ખેડૂત” ટેબ પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો.

2. ટાર ફેન્સીંગ યોજના માટે અરજી કરો: એકવાર લોગ ઇન થઈ ગયા પછી, “યોજના” ટેબ પર ક્લિક કરો અને “તાર ફેન્સીંગ યોજના” પસંદ કરો. જેમાં “અરજી કરો” બટન પર ક્લિક કરો અને તમારી જમીન, વાડ અને બેંક ખાતાની વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરો.

3. જરૂરી દસ્તાવેજો સબમિટ કરો: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો.

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *