WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Gyan Sadhana Scholarship Yojana 2024

Gyan Sadhana Scholarship Yojana 2024

Gyan Sadhana Scholarship Yojana

Gyan Sadhana Scholarship Yojana :- ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ બાળકોને ફરજિયાત અને મફત આપવામા આવે છે. થોડા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળા મા શિક્ષણ મેળવી શકે તે માટે RTE અંતર્ગત 25 % જગ્યાઓ પર પ્રવેશ આપવામા આવે છે. હોશિયાર અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ અમલમા મૂકવામા આવી છે.

ખાસ નોંધ :- શૈક્ષણિક વર્ષ 2024-25 માટે હજુ સુધી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનો પરિપત્ર બહાર પડ્યો નથી. પરિપત્ર બહાર પડતા જ તમને જાણ કરવામાં આવશે.

Gyan Sadhana Scholarship Yojana

ખાનગી શાળામાં મળતી સ્કોલરશીપ :- 

  • ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.

સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં મળતી સ્કોલરશીપ :- 

  • ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.

સ્કોલરશીપ મેળવવા શું પાત્રતા હોવી જોઈએ ? 

  • ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના લાભ મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે.
  • રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ મેળવી શકે છે.
  • હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ફોર્મ ભરી શકે છે.

પરીક્ષા વિશે :- 

  • પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનુ હશે
  • સમય 150 મિનિટ હશે.
  • પરીક્ષા પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હશે
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ મા આ પરીક્ષા આપી શકે છે.

પરીક્ષાનો અભ્યાસક્રમ :- 

પરીક્ષા વિગત પ્રશ્નો ગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 40 40
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 80 80

પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની રીત :- 

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://schoolattendancegujarat.in/ ઓપન કરો.
  •  પછી તે લોગીન કરો.
  • જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 હોલ ટિકિટ પર ક્લિક કરો.
  • હોલ ટિકિટ ડાઉનલોડ થઇ જશે.

પરીક્ષાનું પરિણામ કઈ રીતે જોવું ? 

  • જ્ઞાન સાધના સત્તાવાર http://sebexam.org/Form/printresult ખોલો
  • મુખ્ય વેબપેજ પર, “પરિણામ” પર ક્લિક કરો.
  • તમારા કમ્પ્યુટર / મોબાઈલમાં પરિણામ જુઓ.

યોજના માટેનું ફોર્મ કઈ રીતે ભરવું ? 

  1. મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે.
  2. જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે ફોર્મ ભરવા જેની મુલાકાત લ્યો અને ઓનલાઇન ફોર્મ ભરો.
  3. ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવશે.
  4. આ પરીક્ષાની તારીખ હવે સરકાર બહાર પાડશે.
  5. ત્યારપછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.
  6. ત્યારપછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.
  7. ત્યારપછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે.
  8. ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

આ પણ વાંચો :- ધોરણ 10 અને 12 નું પરિણામ આ તારીખે જાહેર થશે.

Gujarat GSEB SSC and HSC Result 2024
Gyan Sadhana Scholarship Yojana

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *