WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024 

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024 :- સમાજમાં હાલમાં ઘણીબધી બહેનો વિધવા છે. આ બહેનોના જીવન ગુજરાન વ્યવસ્થિત રીતે ચાલે, તમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે તેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. હાલમાં વિધવા બહેનોના સામાજિક જીવન પર થતી અસરને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024  અમલમાં મૂકી છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024

આ યોજના વિશે :- 

  • સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

યોજના માટેની પાત્રતા :- 

  • ગુજરાતના મુળના નાગરિક હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે.
  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.

યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :-

  • વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • વિધવા હોવા અંગેનો દાખલો
  • પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમર અંગેના પુરાવા
  • બેંક ખાતાની નકલ

યોજના માટેની અરજી કઈ રીતે કરવી ? 

  • આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • વિધવા લાભાર્થી જો ગ્રામ વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024

આ પણ વાંચો :- શક્તિદુત યોજના 2024

યોજના માટેના હેલ્પલાઈન નંબર :- 

  • જીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ વિધવા Vidhava Sahay Helpline Number જાહેર કરેલો છે. જેનો નંબર 155209 છે.

યોજના ફોર્મ PDF વિશે :- 

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે બે અલગ અલગ ફોર્મ હોય છે. જેમાં Indira Gandhi National Widow Pension Scheme(IGNWPS) માં BPL કાર્ડ ધરાવતા લાભાર્થીઓ અરજી કરી શકે છે. અને Destitute Widow Pension Scheme(DWPS) માં કોઈપણ વિધવા લાભાર્થી જે આવક અંગેની મર્યાદામાં આવતા હોય તે અરજી કરી શકે છે. જે અરજી ફોર્મ નીચે મુજબ છે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એકસમાન દર મહિને રૂપિયા 1250 મળવાપાત્ર જ થશે.

વિધવા બહેનોના જાણ ખાતર :-

  • વિધવા સહાય યોજના અન્‍વયે સહાય મેળવતા લાભાર્થીઓ માટે જે-તે જિલ્લા કચેરીઓ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવી છે. જે લાભાર્થીઓના આધારકાર્ડ વેરફાઈ નથી તેવા લાભાર્થીઓ પોતાનું આધારકાર્ડ વેરીફાઈ કરાવી લે. સાથોંસાથ પોતાના મોબાઈલ નંબરની એન્‍ટ્રી પણ કરાવી લે, જેથી ભવિષ્યમાં આધારબેઝ પેમેન્‍ટ ચાલુ થતાં સહાય બંધ ન થાય.
  • વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
  • વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.
પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *