WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Namo Saraswati vigyaan sadhna Yojna 2024- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

Namo Saraswati vigyaan sadhna Yojna 2024- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના  યોજના

હવે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે દિકરીઓને મળશે 25000 રૂપિયા

Namo Saraswati vigyaan sadhna Yojna 2024 : હાલના સમયમાં ડગલેને પગલે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને તેમાં પણ દેશની અને ગુજરાત રાજ્યની દીકરીઓ પાછળ રહે તે કેમ ચાલે ? તેના માટે જ ગુજરાત સરકાર લાવી રહી છે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ઈચ્છુક  બહેનો માટેની યોજના.

હા મિત્રો તમે સાચું વાંચ્યું હવે દિકરીઓને 11 – 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે આર્થીક તંગીમાંથી નહિ પસાર થવું પડે. ઘણા બહેનોને અભ્યાસ કરવો હોય વિજ્ઞાન પ્રવાહમાં પણ ઘરની પરિસ્થિતિ મુજબ કરી શકતા નથી અને તેઓ આગળ અભ્યાસ છોડી દે અથવા તો પ્રવાહ બદલી નાખે . જેમાં રૂચી અને રસ હોય તે વિભાગમાં આગળ જઈ શકતા નથી.

Namo Saraswati vigyaan sadhna Yojna 2024 : આ લેખમાં આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Namo Saraswati vigyaan sadhna Yojna 2024
Namo Saraswati vigyaan sadhna Yojna 2024

શું છે નમો સરસ્વતી યોજના ?

  • Namo Saraswati vigyaan sadhna Yojna 2024 એ ગુજરાત સરકારની એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે કન્યા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
  • નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2024-25ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
  • યોજના હેઠળ 11મા અને 12મા ધોરણમાં વિજ્ઞાનનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ₹25,000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
  • આ સહાય વિદ્યાર્થીનીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.
  • આ યોજના માટે પાત્ર બનવા માટે, વિદ્યાર્થિનીઓએ ગુજરાતની કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળામાં વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવો જોઈએ. તેઓએ ઓછામાં ઓછા 60% ગુણ પ્રાપ્ત કરવા જોઈએ.

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 – First RTE Free Admission 2024

નમો સરસ્વતી યોજનાનું બજેટ :- 

  • ફેબ્રુઆરી 2024માં રજુ કરાયેલ બજેટ માં Namo Saraswati vigyaan sadhna Yojna 2024 વિશે જાહેરાત કરવામાં આવી.
  • નાણાકીય વર્ષ: 2024-25
  • કુલ બજેટઃ ₹1250 કરોડ
  • વિદ્યાર્થી દીઠ શિષ્યવૃત્તિ: ₹25,000
  • ટાર્ગેટઃ 10 લાખ વિદ્યાર્થીનીઓ

શિષ્યવૃત્તિની ચુકવણી :- 

  • Namo Saraswati vigyaan sadhna Yojna 2024 હેઠળ, વિવિધ તબક્કામાં કન્યા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે.
  • પ્રથમ વર્ષ: ₹10,000
  • બીજું વર્ષ: ₹15,000
  • ૩. મળવાપાત્ર સહાય: 1. આ યોજના હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. 2. ધોરણ ૧૧ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- અને ધોરણ ૧૨ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- મળવાપાત્ર રહેશે. ૩. ધોરણ ૧૧ અને ૧૨ના શૈક્ષણિક વર્ષો દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૧૦૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

Namo Saraswati vigyaan sadhna Yojna 2024 માટેની પાત્રતા :- 

  • મૂળ: અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • સાયન્સ ફેકલ્ટીઃ સાયન્સ ફેકલ્ટીમાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી માત્ર યુવતીઓ જ આ સ્કીમ માટે પાત્ર છે.
  • જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર રહેશે.
    1. a) રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ, અથવા
    2. b) માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦ પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ.
  • આવક મર્યાદા: વિદ્યાર્થીની કુટુંબની આવક ઓછામાં ઓછી 2 લાખ રૂપિયા હોવી જોઈએ.
  • શૈક્ષણિક સંસ્થા: અરજદાર વિદ્યાર્થીઓ સરકારી અથવા બિન-સરકારી સહાયિત શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ.

નમો શ્રી યોજના માટે :- Click Here 

જરૂરી દસ્તાવેજો (Namo Saraswati vigyaan sadhna Yojna 2024) :- 

  • આધાર કાર્ડ
  • સરનામાનો પુરાવો
  • આવક પ્રમાણપત્ર
  • 10મા ધોરણની માર્કશીટ
  • શાળા પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

Namo Saraswati vigyaan sadhna Yojna 2024 અગત્યની સુચના 

  1. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ “નમો સરસ્વતી” પોર્ટલ બનાવવાનું રહેશે.
  2. ૩. આ યોજના હેઠળ સહાયની ચુકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)થી વિદ્યાર્થીની માતાના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય, તે કિસ્સામાં રકમ સીધા વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
  3. શાળાઓએ તેઓની શાળામાં દાખલ થયેલ ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં કરવાની રહેશે.
  4. નિયામકશ્રી, શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરાવવાની રહેશે અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
  5. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેન્ક ખાતામાં જૂન માસમાં જ જમા કરાવવાની રહેશે અન્યથા મોડામાં મોડા જુલાઇ માસમાં જૂન, જુલાઇની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવાની રહેશે.
  6. ત્યાર બાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીની માતા અથવા વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
  7. આ યોજનાનો લાભ મેળવતા વિદ્યાર્થીઓની વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ ઉપર નિયમિત રીતે હાજરી ભરવાની જવાબદારી જે તે શાળાની રહેશે.
  8. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જયાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. જે દરમ્યાન જે વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ ૮૦% નહી જળવાતી  હોય તેવા વિદ્યાર્થીઓની સહાય બંધ કરી દેવામાં આવશે.
  9. કોઈપણ કારણસર જો કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં બાકીની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં.
  10. 11. રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જો વિદ્યાર્થી આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમાનુસાર સહાય મળવાપાત્ર રહેશે. વર્ષ ૨૦૨૪-૨૫ના રિપીટર વિદ્યાર્થીઓને પાત્રતાના આધારે જે તે ધોરણની સહાય મળવાપાત્ર રહેશે.
  11. 12. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે, જે કિસ્સાઓમાં વિદ્યાર્થી એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે. 13. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે :- Coming Soon

સરકારી યોજનાઓ અને ભરતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાઓ :- અહીંથી 

ઘરે બેઠા LPG Gas E-KYC કરો 2024 ની તમામ સરકારી યોજનાઓ
SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024
નમો ડ્રોન દીદી યોજના સિક્યોરિટી ગાર્ડ ભરતી
મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના
ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000 રોકો 10 હજાર અને મેળવો 10 લાખ
તમારું ગામ, તાલુકો કે જિલ્લાઓનો નકશો ડાઉનલોડ કરો સુકન્યા સમૃદ્ધિ યોજના
નમો ટેબ્લેટ યોજના 2024 પીએમ ઉજ્જવલા યોજના
રોજગાર સંગમ યોજના મફત પ્લોટ યોજના ફોર્મ
પ્રથમ મતદાર યાદી 2024 જાહેર RTE ફ્રી પ્રવેશ જાહેરાત
Police Bharti 2024 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

ઓફીસીઅલ પરિપત્ર ડાઉનલોડ કરો : ડાઉનલોડ 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *