WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024

કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024

કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024 :- ગુજરાત સરકાર ખેડૂતો માટે અવનવી સરકારી યોજનાઓ લાવતું હોય છે. તેવામાં જ હાલમાં i-khedut પોર્ટલ ઉપર અનેક બાગાયતી યોજનાઓ જાહેર કરી. એમાં એક કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના વિશેષ છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024
કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024

શું છે કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024 ? 

  • રાજ્ય સરકાર દ્વારા ફળ પકોના વાવેતર વિસ્તાર વધારવા માટે યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુએ ખેડૂતને ટીસ્યુકલ્ચરના રોપાથી કેળનું વાવેતર માટે સહાય પૂરી પાડવી.

યોજના માટેની પાત્રતા :- 

  • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
  • આ યોજનામાં સહાય 2 હપ્તા (75:25)માં મળવાપાત્ર થશે.
  • અનુસુચિત જાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડુત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે.
  • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
  • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.જે માટે GGRC નો સંપર્ક કરવાનો રહેશે.
  • રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
  • લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદા રાખવામા આવેલી છે.
કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024
કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024

આ પણ વાચો :- મફત સિલાઈ મશીન યોજના 2024

યોજના હેઠળ મળવાપાત્ર લાભ :- 

અનુસુચિત જાતિના ખેડૂતો માટે :– પ્રતિ હેક્ટર 3.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 1.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે :- પ્રતિ હેક્ટર 3.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 1.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 62,500. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.

સામાન્ય જાતિના ખેડૂતો માટે :- પ્રતિ હેક્ટર 3.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 1.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.

યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

  • પ્રથમ Google ખોલીને “આઈ ખેડૂત ખેડૂત પોર્ટલ ” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • બાગાયતી યોજનાઓ ખોલ્યા બાદ “ફળ પાકોના વાવેતર” નામના મેનુ પર ક્લિક કરવી.
  • હવે ફળ પાકોના વાવેતર” નામના મેનુમાં ક્રમ નંબર-૪ માં “કેળ (ટીસ્યુ)” પર ક્લિક કરવું.
  • જેમાં કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *