WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

કુંવરબાઈનું મામેરું યોજના 2024

કુંવરબાઈનું મામેરું યોજના 2024

કુંવરબાઈનું મામેરું યોજના 2024

કુંવરબાઈનું મામેરું યોજના 2024 :- ગુજરાત સરકાર મહિલાઓને પ્રાધાન્ય મળે તેવા કાર્યો હંમેશના માટે કરતી રહી છે. તેવામાં એક યોજના  ‘કુંવરબાઈનું મામેરું યોજના 2024’ ની જાહેરાત કરી છે અને 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરુ થઇ ગયા છે. તમે આ યોજના માટે કઈ રીતે ફોર્મ ભરી શકશો અને કોને આ યોજનાનો લાભ મળશે વગેરે સંપૂર્ણ માહિતી નીચે અમારા બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024
કુંવરબાઈનું મામેરું યોજના 2024

યોજના વિશે :- 

  • કુંવરબાઈ નું મામેરું યોજના એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ની કન્યા ને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓ ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • મંગળસૂત્ર યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.

યોજના માટેની પાત્રતા :- 

  • સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
કુંવરબાઈનું મામેરું યોજના 2024
કુંવરબાઈનું મામેરું યોજના 2024

આ પણ વાંચો :- પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

યોજના માટેના જરૂરી દસ્તાવેજો :- 

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યા નો જાતિનો દાખલો
  • યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

મહત્વની લિંક :- 

ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 

 

પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *