WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

આધાર કાર્ડ ચેક કરો : શું તમને ખબર છે તમારું આધારકાર્ડ ક્યાં ક્યાં વપરાય રહ્યું છે ? New Trick 2024

આધાર કાર્ડ ચેક કરો : શું તમને ખબર છે તમારું આધારકાર્ડ ક્યાં ક્યાં વપરાય રહ્યું છે ? New Trick 2024

આધાર કાર્ડ ચેક કરો : શું તમને ખબર છે તમારું આધારકાર્ડ ક્યાં ક્યાં વપરાય રહ્યું છે ?

  • સીમ કાર્ડથી લઈને સરકારી યોજનાનો લાભ લેવા સુધી લગભગ કામમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે પણ કોઈ આપણા આધાર કાર્ડનો મિસ યુઝ નથી કરતું એ કેવી રીતે ખબર પડે તે માટે આધાર કાર્ડ ચેક કરો ?
  • સરકારી કે બિનસરકારી લગભગ દરેક કામમાં વેરિફિકેશન માટે આધાર નંબર આપવો પડે છે અને અત્યારના સાઇબર ફ્રોડના યુગમાં જો કોઈ ખોટી વ્યક્તિ પાસે તમારો આધાર નંબર ચાલ્યો જાય તો લેવાના દેવા પડી શકે છે. એવામાં તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાયું છે જાણવું ખૂબ જ જરૂરી છે અને આધાર કાર્ડ માટેની  સંસ્થા ‘Unique Identification Authority of India’ એટલે કે UIDAI તમને એ સુવિધા આપે છે. તેનાથી તમે આધાર કાર્ડ ચેક કરો.
આધાર કાર્ડ ચેક કરો
આધાર કાર્ડ ચેક કરો

આધારકાર્ડ ક્યાં ક્યાં વપરાય રહ્યું છે તે કેવી રીતે ચેક કરવું ? 

  • UIDAI દ્વારા આપવામાં આવેલ ટૂલથી તમે જાણી શકો છો કે તમારું આધાર વેરિફિકેશન માટે ક્યાં વપરાયું છે અને તેની હિસ્ટ્રી શું રહી છે. આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.
  • ત્યારબાદ My Aadhaar પર જાઓ અને અહીં તમને  ‘Aadhaar Services’નો ઓપ્શન જોવા મળશે. ત્યાં ‘Aadhaar Authentication History’ વિકલ્પ પર ક્લિક કરો. ત્યાંથી એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે 12 ડિજિટના આધાર નબંર નાખવા પડશે. એ પછી તમારે CAPTCHA Code કોડ નાખવો પડશે અને Generate OTP પર ક્લિક કરવું પડશે.
  • આં કરતાં ની સાથે જ સ્ક્રીન પર બીજું પેજ ખુલશે જ્યાં તમને આધારમાં ડોક્યુમેન્ટ અપડેટથી લઈને આધાર કાર્ડ ડાઉનલોડ કરવાના ઘણા ઓપ્શન દેખાશે. તમારે Authentication History પર ક્લિક કરવાનું છે જ્યાં Authentication યુઝર એજન્સી કે કોઈ વ્યક્તિ દ્વારા તમારું આધાર છેલ્લા 6 મહિનામાં ક્યાં ક્યાં વપરાયું છે તેની બધી જ ડિટેલ મળી જશે.

આ પણ વાંચો :- મફત પ્લોટ યોજના ફોર્મ: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, જાણો પુરી પ્રોસેસ

  • જેમ કે કોઈએ તમારા આધાર કાર્ડનું મિસયુઝ કર્યો છે તો આધારની ડિટેલ્સ બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક કે OTP શેમાંથી લેવામાં આવી છે. આધારનો ઉપયોગ કઈ તારીખ અને સમય પર થયો છે. કોઈ વ્યક્તિએ કે પછી ટેલીકોમ કંપની, બેંક કે કોઈ ઓથેન્ટિકેશન યુઝર એજન્સીએ તમારા આધારનો ઉપયોગ કર્યો છે એ પણ ખબર પડી જશે. સાથે જ એ સમયે તમારૂ આધાર ઓથેન્ટિકેશન સફળ રહ્યું કે ફેલ થયું અને ફેલ થયું તો કેવી રીતે એ પણ ખબર પડી જશે.
  • આધાર કાર્ડની સેફટીના મુદ્દાને ધ્યાનમાં રાખીને UIDAI એ આધાર કાર્ડની ફોટોકૉપી આપવાની જગ્યાએ માસ્કડ આધારના ઉપયોગની પણ સલાહ આપી છે. માસ્કડ આધારમાં કોઈને પણ આધાર કાર્ડના છેલ્લા 4 ડીજીટ જ જોવા મળે છે જે તમે  https://myaadhaar.uidai.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો.

 

 

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *