WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

પીએમ વય વંદના યોજના અંગે મહત્વપૂર્ણ માહિતી

પીએમ  વય વંદના યોજના અંગે મહત્વપૂર્ણ માહિતી

પીએમ  વય વંદના યોજના :- 

  • આ યોજનામાં પેન્શન માટે ઉચ્ચક રકમ રોકવાની હોય છે. લાભાર્થી પેન્શન માટે માસિક, ત્રિમાસિક, છ માસિક અથવા વાર્ષિક વિકલ્પ પસંદ કરી શકે છે.
  • એલઆઇસીને થતી આવક સુનિશ્ર્વિત વળતર વચ્ચેનું નુકશાન ભારત સરકાર સબસિડી તરીકે ભરપાઇ કરે છે.
  • જો તમે વર્ષે રૂ. 12,000 નું પેન્શન એક સાથે મેળવવા માંગતા હોવ તો તમારે રૂ. 1,56,658 નું રોકાણ કરવું પડશે, જ્યારે માસિક 1000 રૂપિયાનું પેન્શન મેળવવું હોય તો તમારે રૂ. 1,62,162 નું રોકાણ કરવું પડશે.
  • મહત્તમ રૂ. 15 લાખનાં રોકાણ પર મહત્તમ રૂ. 9250 પ્રતિ માસ પેન્શન મળશે. એટલે કે વરિષ્ઠ નાગરિક બે જણ હોય તો બંને રૂ. 15-15 લાખનું રોકાણ કરી શકે છે.
  • રોકાણકાર 10 વર્ષની પોલીસી મુદત બાદ જીવિત રહે તો તેને પેન્શનના અંતિમ હપ્તા સાથે રોકાણ કરેલી રકમ પાછી આપવામાં આવશે.
  • કોઇ રોકાણકાર પોલેસીની મુદત દરમિયાન મૃત્યુ પામે તો તેના નોમિનીને રોકેલી સંપૂર્ણ રકમ પાછી મળી જશે.

60 વર્ષથી ઉપરની વ્યક્તિ તેનો લાભ લઇ શકે :- 

  •          નાણા મંત્રાલયની પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો લાભ ઉઠાવવા માટે લઘુતમ આવકની કોઇ મર્યાદા રાખવામાં નથી આવી. 60 વર્ષથી વધુ ઉંમરની કોઇ પણ વ્યક્તિ તેનો લાભ લઇ શકે છે. કેન્દ્ર સરકારની આ સરકારની આ યોજનાનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) કરે છે, જેમાં જીવન વીમા નિગમને સરકાર તરફથી ગેરેન્ટી આપવામાં આવી છે. તેમાં અનિશ્ર્વિત બજારમાં 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વડીલોની વ્યાજની આવકમાં ઘટાડા સામે રક્ષણ આપવા માટે સામાજિક સલામતી આપવામાં આવી છે. એક નિશ્ર્વિત યોગદાન પર સુનિશ્ર્વિત પેન્શન/આવકની જોગવાઇનાં માધ્યમથી વરિષ્ઠ નાગરિકોને વૃધ્ધાવસ્થામાં આવકની સલામતી જોગવાઇ કરવામાં આવી છે.

યોજનામાં જોડાવાની તારીખ બે વાર લંબાવવામાં આવી :- 

  •  પ્રધાનમંત્રી વય વંદના યોજનાની શરૂઆત ૪મે, 2017 થી ૩ મે, 2018 સુધી માટે કરવામાં આવી હતી, જેને પ્રથમવાર લંબાવીને 31 માર્ચ, 2020 સુધી કરવામાં આવી. વધુ વૃધ્ધો લાભ લઇ શકે તે માટે સરકારે બીજી વાર યોજના લંબાવીને 31 માર્ચ, 2023 કરી હતી. વ્યાજ દરમાં દર વર્ષે ફેરફાર કરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ વ્યાજ દર 7.4 ટકા છે, જેમાં માસિક પેન્શનનો લાભ મળે છે. તો વાર્ષિક પેન્શનનો વિકલ્પ પસંદ કરવા પર 7.66 ટકા વળતર મળે છે.

તમે આ રીતે  યોજનામાં રોકાણ કરી શકો :- 

  •          પીએમ વય વંદના યોજનામાં તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અરજી કરી શકો છે. એલઆઇસીની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકો છે. જ્યારે ઓફલાઇન અરજી કરવા માટે તમારે એલઆઇસીની કોઇ પણ શાખામાં જવું પડશે.

આ માટે જરૂરી દસ્તાવેજો :- 

  •          આ યોજના હેઠળ અરજી કરવા માટે આધાર કાર્ડ, પેન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, રહેણાંકની સાબિતી, બેન્ક  ખાતાની પાસબુક, અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને કોઇ નોકરીમાંથી નિવૃત થયા હોય તો તેની સાબિતીની જરૂર પડે છે.

યોજના ન ગમે રદ કરાવવાનો પણ વિકલ્પ :- 

  •          પ્રધાનમંત્રી વય વંદના યોજના ખરીધા બાદ તેની શરતો કે મળનારાં પેન્શનની રકમ સહિતની કોઇ વાત પસંદ ન પડે તો તમે રદ કરાવી શકો છો. ઓફલાઇન રોકાણ દ્રારા યોજના લીધી હોય તો 15 દિવસની અંદર અને ઓનલાઇન પોલિસી ખરીદી હોય તો 30 દિવસની અંદર તેને પાછી કરી શકો છો. તમારા ખાતામાં પૈસા અમુક ચાર્જ કાપીને પાછા મળી જશે.

વધુ માહિતી અહીં સંપર્ક કરો :- 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *