WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના : મહિલાઓને મળશે ૧ લાખ સુધીની લોન સહાય,જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી……

  • ભારત સરકારના આત્મનિર્ભર ભારતના અભિગમ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યની મહિલાઓની આર્થિક ઉન્નતિ, સ્વરોજગારી અને મહિલા સશકિતકરણ માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના બહાર પાડવામાં આવી છે.
  • માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની મહિલાઓને મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર એક લાખ જૂથ બનાવવાની યોજના તૈયાર કરી છે, જે પૈકી ગ્રામ્ય વિસ્તારના 50000 જૂથ અને શહેરી વિસ્તારના 50000 જૂથ. એક લાખ મહિલા જૂથના હિસાબે કુલ દસ લાખ મહિલા સભ્યોને આ યોજનાનો સીધો લાભ મળશે.આમ આ 10 લાખ મહિલાઓથી ગુજરાતના 50 લાખ કુટુંબોમાં આ યોજનાનો લાભ પહોંચાડવાની ગુજરાત સરકારની યોજના છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના :-

યોજનાનું નામ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
જાહેર થયા તારીખ 17 સપ્ટેમ્બર
કોના દ્વારા શરૂ કરવામાં આવી ? વિજયભાઈ રૂપાણી
લાભાર્થીઓ ફક્ત મહિલા લાભાર્થી માટે
યોજનાના ફાયદા સ્વ સહાય જૂથોને રૂ.1 લાખ સુધીની લોન
મુખ્ય ઉદ્દેશ રાજ્યની મહિલાઓને સ્વ નિર્ભર,મહિલા સશકિતકરણ,અને આર્થિક રીતે પગભર બનાવવા માટે
કુલ ફાળવેલ બજેટ ૧૭૫ કરોડ
ઓફિસિયલ વેબસાઈટ mmuy.gujarat.gov.in
  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આ ₹1,00,000 જૂથને જોઈન્ટ લાઈબિલિટી અને સેવિંગ જૂથ JLESG તરીકે ઓળખવામાં આવે છે. આ મહિલા જૂથોની નોંધણી બેંક ધિરાણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આ યોજનામાં પ્રવર્તમાન સ્વસહાય મહિલા જૂથો પણ ભાગ લઈ શકશે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને કુલ રૂપિયા 1000 કરોડ સુધીનું ધિરાણ આપવાનું આયોજન છે જેના અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા 175 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે.રાજ્ય સરકાર સ્ત્રી સશક્તિકરણ,સ્વાસ્થ્ય જેવા વિવિધ ક્ષેત્રે યોજનાઓ સ્વરૂપે લોકોને સહાય રૂપ બને છે.
  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલા જૂથની રચના માટે ક્લસ્ટર કોર્ડીનેટર અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન તરીકે કાર્ય કરનારને પ્રોત્સાહક રકમ સ્વરૂપે 300 ની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત યોજનાનો લાભ લેવા,મહિલાઓને ઉત્સાહિત કરવા, મહિલા જૂથોની રચના કરવા, તેમજ યોજનાના પ્રચાર પ્રસાર માટે મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. પ્રત્યેક માતા બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય ગૃહ ઉદ્યોગ વ્યાપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહે, તેમજ કોરોના પછીની સ્થિતિમાં મહિલા ઉત્કર્ષ યોજના ઘર પરિવારનો આર્થિક આધાર બને તેવું લક્ષ્ય છે.
  • રાજ્યની તમામ ધિરાણ કરતી સંસ્થાઓ,સહકારી બેંકો,સરકારી બેંકો,ખાનગી બેંકો, અને રિઝર્વ બેંક માન્ય તમામ ધિરાણ સંસ્થાઓ મારફત સરળતાથી લોન ઉપલબ્ધ થાય તે માટેની આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે માટે બેંકો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લીવલીહૂડ પ્રમોશન કંપની (GLPC)(ગ્રામીણ આજીવિકા સાથે જોડાયેલ સંસ્થા) અને શહેરી વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત અર્બન લીવલિહુડ મિશન (GULM) સંસ્થા કાર્ય કરશે. શ્વેત ક્રાંતિમાં અગ્રેસર ગુજરાતની નારી શક્તિને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો,ગૃહ ઉદ્યોગો શરૂ કરી પોતાનું કૌશલ્ય અને સપના સાકાર કરવાની તક મળશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની મુખ્ય વિશેષતાઓ :-

  • આ યોજના અંતર્ગત પ્રત્યેક જૂથ જો નિયમિત રીતે હપ્તાની ભરપાઈ કરશે તો રૂપિયા એક લાખની ઉપરનું વ્યાજ સરકાર શ્રી દ્વારા ચૂકવવાની જોગવાઈ કરવામાં આવેલ છે.આ યોજનાનો શહેરી વિસ્તારમાં 50,000 અને ગ્રામીણ વિસ્તારમાં પણ 50000 સેવિંગ જૂથોની રચના કરવામાં આવનાર છે.જેમાં વ્યાજની રકમ ધિરાણ સંસ્થાઓને સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવનાર છે.આ યોજનાના સફળ અમલીકરણ માટે પ્રાઇવેટ બેંક, કોઓપરેટિવ બેન્ક, સહકારી મંડળી, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓ, સહકારી બેંકો, ગ્રામીણ બેંકો તેમજ રાષ્ટ્રીયકૃત બેંકોને સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલ છે.
  • આ યોજના અન્વયે કુલ 1 લાખ મહિલા જૂથોના દસ લાખ મહિલા સભ્યોને લાભાર્થી જૂથ દીઠ રૂપિયા 6,000 સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. જેમાં જૂથ દીઠ રૂપિયા એક લાખ લોનની રકમ જેનું વ્યાજ 12% મુજબ વાર્ષિક વધુમાં વધુ રૂપિયા 6,000 સુધીનો રહેશે. લોન પરત કરવા સમયે માસિક રૂપિયા 10,000 ના હપ્તા મુજબ વાર્ષિક ₹1,20,000 પરત કરવાના રહેશે. જે પૈકીના એક લાખ રૂપિયા લોન વસૂલાત પેટે અને 20,000 રૂપિયા બચત તરીકે રાખવામાં આવશે.મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત બેન્ક લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં ફી માફી આપવામાં આવેલ છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્ય હેતુ :- 

  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને JLESG જૂથમાં જોડવી,વિવિધ ધિરાણ સંસ્થાઓ મારફત રૂપિયા એક લાખ સુધીનું ધિરાણ અપાવવું,અને આ ધિરાણના માધ્યમથી રોજગારી અને આજીવિકાના સાધનો ઊભા કરવા.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે લાયકાતના ધોરણો :- 

  • ધિરાણ મેળવવા ઈચ્છુક 10 મહિલાઓને લાભ આપવામાં આવશે.
  • મહિલાની ઉંમર 18 થી 59 વર્ષની હોવી જોઈએ.
  • વિધવા અને ત્યકતા બહેનોને અગ્રતા આપવામાં આવશે.
  • હયાત સ્વસહાય જૂથ કે જેની લોન બાકી ન હોય.
  • આ યોજના અંતર્ગત માત્ર મહિલાઓ જ લાભ લેવાને પાત્ર છે.
  • સ્વ સહાય જૂથમાં મહિલા સભ્યો જ લોન મેળવવા માટે પાત્રતા ધરાવી શકે છે.
  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ લેવા માગતી મહિલા લાભાર્થીઓ જે તે રાજ્યની કાયમી નિવાસી હોવી જરૂરી છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટેની ધિરાણ સંસ્થાઓ :- 

  • રાષ્ટ્રીયકૃત બેંકો
  • પ્રાઇવેટ બેંકો
  • સહકારી મંડળીઓ
  • ગ્રામીણ બેંકો
  • સરકારી બેંકો
  • આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓ

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ :- 

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો દાખલો
  • આવકનો દાખલો
  • બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • ચૂંટણી કાર્ડ

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ફોર્મ અને ઓનલાઈન અરજી કરવાની રીત :- 

  • આ યોજના અંતર્ગત તમે ઓનલાઈન અરજી કરવા માટે તમે ઓફિસિયલ વેબસાઈટ mmuy.gujarat.gov.in પર જઈ ઑનલાઇન અરજી કરી શકશો.આમ એકવાર વેબસાઈટ પર રજીસ્ટર થયા બાદ તમે તમારી અરજી નું સ્ટેટસ પણ તમને આપેલ રજીસ્ટ્રેશન નંબર પરથી ચેક કરી શકો છો.

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *