Airport Vibhag Bharti 2023 | AAICLAS Recruitment 2023
Airport Vibhag Bharti 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એરપોર્ટ વિભાગમાં 905+ જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Airport Vibhag Bharti 2023 | AAICLAS Recruitment 2023
સંસ્થાનું નામ | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 17 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરુઆતની તારીખ | 17 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 08 ડિસેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://aaiclas.aero/ |
મહત્વની તારીખ :-
- આ ભરતીની નોટિફિકેશન એરપોર્ટ વિભાગ દ્વારા 17 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08 ડિસેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ :-
- જાહેરાતમાં જણાવ્યા અનુસાર AAICLAS કંપની દ્વારા સિક્યોરિટી સ્ક્રીનર (ફ્રેશર્સ) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા :-
- જાહેરાતમાં જણાવ્યા અનુસાર એરપોર્ટ વિભાગ દ્વારા સિક્યોરિટી સ્ક્રીનર (ફ્રેશર્સ)ની 906 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ :-
- એરપોર્ટ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
પ્રથમ વર્ષ | રૂપિયા 30,000 |
બીજું વર્ષ | રૂપિયા 32,000 |
ત્રીજું વર્ષ | રૂપિયા 34,000 |
લાયકાત :-
- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક માંગવામાં આવેલ છે. લાયકાતની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.
અરજી ફી :-
- AAICLASની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ અને ઓ.બી.સી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 750 જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે.
વયમર્યાદા :-
- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવેલ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રી ના નિયમો અનુસાર આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળી શકે છે.
પસંદગી પ્રક્રિયા :-
- મિત્રો, એરપોર્ટ વિભાગની આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/અનુભવ/સ્કિલ ટેસ્ટ/લેખિત પરીક્ષા અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો :-
મિત્રો, જો તમે આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો અપલોડ તથા રજૂ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો
અરજી કઈ રીતે કરવી ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://aaiclas.aero/ વિઝીટ કરો.
- અહીં તમને “Career” સેક્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો.
- હવે પોસ્ટની સામે આપેલ “Apply Now” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે અરજી ફી ની ઓનલાઇન માધ્યમથી ચુકવણી કરો તથા ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક :-
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
અમારા હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ : મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.