WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

મહાશિવરાત્રી મેળો 2024 – જાણો જુનાગઢના મેળાનું સંપૂર્ણ આયોજન

મહાશિવરાત્રી મેળો 2024 – જાણો જુનાગઢના મેળાનું સંપૂર્ણ આયોજન

મહાશિવરાત્રી મેળો 2024 – જાણો જુનાગઢના મેળાનું સંપૂર્ણ આયોજન

મહાશિવરાત્રી મેળો 2024 : મહાશિવરાત્રીના તહેવારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ મહાપર્વ પર જૂનાગઢની ભવનાથની તળેટીમાં દર વર્ષે શિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન થાય છે. આ મેળામાં દેશ અને દુનિયામાંથી ભાવિભક્તો દર્શન કરવા માટે આવે છે. જણાવી દઈએ કે કે, ભવનાથમાં અનાદિ કાળથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે.

જૂનાગઢમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ દ્વારા મહાશિવરાત્રીના ઉત્સવ અને મેળાની શરૂઆત કરવાની ધાર્મિક માન્યતા અને પુરાવા આજે પણ મહાભારતમાં જોવા મળે છે. જૂનાગઢના નવાબ અને તે સમયના શાસકોએ ઈતિહાસમાં સતત 5 વખત આ મેળો બંધ રાખવો પડ્યો હતો, જેના પુરાવા આજે પણ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.

મહાશિવરાત્રી મેળો 2024

જુનાગઢના મહાશિવરાત્રીના મેળા વિશે :- 

  • 1944-45 અને 1946માં સતત 3 વર્ષ અને 2021 અને 2022માં આ મેળો કોરોનાને કારણે બંધ કરવો પડ્યો હતો. જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજાએ વર્ષ 1944માં સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધમાં ડૂબી ગયું હતું, ત્યારે તેને ધ્યાનમાં રાખીને મેળો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. દસ્તુર અલ-અકીલમાં પણ તેની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 1945માં શીતળા નામની મહામારીએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે મેળામાં શીતળાની વધુ અસર ન ફેલાય તે માટે અને ભગવાન શિવના કોઈ ભક્ત શીતળા નામના રોગનો ભોગ ન બને તે બાબતને ધ્યાને રાખી આરોગ્ય અને સલામતીના આધારે મેળો બંધ રાખવો પડ્યો હતો.
  • 1946માં પણ તે સમયના શાસકોએ મેળાનું આયોજન કરવામાં અસમર્થતા દર્શાવી હતી, આથ આ વર્ષમાં મેળો કરવામાં આવ્યો ન હતો. વર્ષ 1946 માં શાસકોએ એક વટહુકમ બહાર પાડ્યો હતો, જેમાં તમામ યાત્રાળુઓ અને શિવ ભક્તોને તેમની સાથે ખાંડ અને કેરોસીન લાવવું ફરજીયાત હતું. આથી, તત્કાલીન શાસકોએ વર્ષ 1946માં ખાંડ અને કેરોસીન પુરવઠામાં અછત હોવાને કારણે 1946નો મહાશિવરાત્રી મેળો પણ રદ કર્યો હતો.
  • 2021 અને 22માં કોરોનાને કારણે મેળો રદ કરવામાં આવ્યો હતો. શિવરાત્રિના ઈતિહાસમાં અનિવાર્ય કારણોસર સતત 3 વર્ષ સુધી મેળો બંધ રહ્યા બાદ ફરી વર્ષ 2021 અને 2022માં કોરોના બાદ મહાશિવરાત્રીનો મેળો 2 વર્ષ બંધ રહ્યો હતો. વિશ્વના તમામ દેશોમાં કોરોનાએ સતત 2 વર્ષ સુધી વિનાશ વેર્યો હતો, પરંતુ ધાર્મિક પરંપરા મુજબ મેળાને પ્રતીકાત્મક રીતે મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં મેળાના આયોજન અને અહી થનારી સેવાકીય કામગીરી બાબતે સરકાર માત્ર એક એજન્સી પુરતી સીમિત છે અને અહી આવનારી સામાજીક સંસ્થાઓ મેળાનું સમગ્ર સંચાલન, ઉતરા મંડળ અને તમામ સુવિધાઓ સંભાળી રહી છે. માત્ર સુરક્ષા અને અન્ય જરૂરિયાતો સરકાર અથવા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો :- PMEGP સ્કીમ 2024 – મળશે 50 લાખ સુધીની લોન

મહાશિવરાત્રી મેળો 2024ના સંપૂર્ણ કલાકાર પ્રોગ્રામનું આયોજન :-

તારીખ  સમય  કલાકાર 
05/03/2024 સાંજે 7:00 કલાકે
  • સાયરામ દવે
  • ગીતાબેન રબારી
  • શિવરાજ વાળા
06/03/2024 સાંજે 7:00 કલાકે
  • કિર્તીદાન ગઢવી
  • અનુદાન ગઢવી
  • જીતુ દાદા
  • જગદીશ માહેર
07/03/2024 સાંજે 7:00 કલાકે
  • ભૂમિ ત્રિવેદી
  • અનિરુધ્ધ આહીર
  • દીપક જોશી
  • દિવ્યેશ જેઠવા

મહત્વની લિંક :- 

જુનાગઢના મહાશિવરાત્રીના મેળાનું સંપૂર્ણ આયોજન જોવા માટે  :- Click Here

લોકડાયરો લાઈવ જોવા માટે :- Click Here (Coming Soon)

સાધુઓની રવેડી લાઈવ જોવા માટે :- Click Here (Coming Soon)

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *