WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીમાં ભરતી, પગાર 60,000 થી શરૂ

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીમાં ભરતી, પગાર 60,000 થી શરૂ : નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી તેમજ તાબાની કચેરીઓમાં જમીન મહેસૂલ તથા નાણાકીય દાવાઓમાં સરકારશ્રીનું હિત જળવાઈ રહે માટે સબળ તેમજ અસરકારક રજૂઆત થઈ શકે તે માટે કરાર આધારિત માસિક 60,000 ના ફિક્સ પગારથી 11 માસની મુદ્દત માટે કાયદા અધિકારી (1 જગ્યા) ની નિમણૂક કરવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે (મહતમ વયમાર્યાદા 50 વર્ષ નિયત કરેલ છે.)

  • આ અંગે અરજીપત્રકનો નમૂનો, લાયકાત, અનુભવ, નિમણૂકની બોલીઓ અને શરતો તથા અન્ય આનુષાગિક માહિતી મહેકમ શાખા, જિલ્લા કલેક્ટર કચેરી, રાજપીપળા, જી. નર્મદા, ખાતેથી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમ્યાન રૂ. 100/- (નોન રિફંડેબલ) *0075 પરચુરણ સામાન્ય સેવાઓ* સદરે ચલણ થી જમાં કરવી અસલ ચલણ રજૂ કર્યેથી મેળવી શકશે.
  • અરજીફોર્મ રૂબરૂમાં મેળવવાની છેલ્લી તારીખ 27/06/2023 તથા અરજીફોર્મ રૂબરૂ/ ટપાલ સ્વીકારવાની છેલ્લી તારીખ 07/07/2023 છે.
  • અધૂરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ વિચારણમાં લેવામાં આવશે નહિ. સંબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હજાર રહેવાની રહેશે.

કુલ જગ્યાઓ :- 

  • 01 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

કઈ પદ પર ભરતી બહાર પડી છે ? 

  • કાયદા અધિકારીની જગ્યા પર ભરતી બહાર પડી છે.

લાયકાત શું જોઈએ ? 

  • લાયકાતની તમામ માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલી છે, ખાસ કરીને તે ચેક કરો.

વય મર્યાદા કેટલી રાખવામા આવી છે ?

  • ઉમેદવારની ઉમર 50 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહિ.

અરજી ફી કેટલી નક્કી કરવામાં આવી છે ?

  • અરજી ફી રૂ. 100 નક્કી કરવામાં આવી છે.

નોકરી ક્યાં સ્થળે કરવાની રહેશે ?

  • જિલ્લા કલેક્ટર કચેરી, રાજપીપળા, જી. નર્મદા

પગાર કેટલો મળશે ?

  • પગાર 60,000/- નક્કી કરવાંમાં આવ્યો છે.

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

  • અરજી કરવાની છેલ્લી તારીખ 07/07/2023 છે.

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *