WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ICC રેન્કિંગમાં ભારતનો દબદબો, ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાએ નંબર 1 પર

ICC રેન્કિંગમાં ભારતનો દબદબો, ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાએ નંબર 1 પર

ICC રેન્કિંગમાં ભારતનો દબદબો, ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાએ નંબર 1 પર

ICC રેન્કિંગમાં ભારતનો દબદબો :-

  • ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 4-1થી જીતીને ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે.
  • પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી છે.
  • ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે.
  • ભારતીય ટીમના હાલમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં 122 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના 117 રેટિંગ પોઈન્ટ છે.
  • ઈંગ્લેન્ડની ટીમ 111 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
  • ન્યૂઝીલેન્ડ 101 રેટિંગ સાથે ચોથા સ્થાને છે.
  • પ્રથમ અને બીજા સ્થાન સિવાય ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી.
  • ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં પહેલાથી જ નંબર વન સ્થાન પર છે. ટીમ ઈન્ડિયાના 121 રેટિંગ પોઈન્ટ છે.
  • ICC T20I રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના 266 પોઈન્ટ છે અને ટીમ ઈન્ડિયા નંબર-1નું સિંહાસન ધરાવે છે.
  • આ રીતે ટીમ ઈન્ડિયા હવે આઈસીસી રેન્કિંગના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની ગઈ છે.
ICC રેન્કિંગમાં ભારતનો દબદબો
ICC રેન્કિંગમાં ભારતનો દબદબો

ભારતની ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીઓનું પ્રદર્શન :-

  • ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જયસ્વાલે સિરીઝમાં સૌથી વધુ 712 રન બનાવ્યા હતા અને આ સીરિઝમાં બે બેવડી સદી ફટકારી હતી. આ સિવાય તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ICC રેન્કિંગમાં ભારતનો દબદબો
  • જ્યારે શુભમન ગિલે સીરિઝમાં 452 રન બનાવ્યા હતા.
  • આ સિવાય સિરીઝમાં ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાન અને દેવદત્ત પદ્દિકલે પણ સારું પ્રદર્શન કર્યું હતું.
  • બીજી તરફ બોલિંગમાં કુલદીપ યાદવે 19 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે આકાશ દીપે તેની પહેલી જ ટેસ્ટ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા 4-1થી સીરિઝ જીતવામાં સફળ રહી હતી.
ICC રેન્કિંગમાં ભારતનો દબદબો
ICC રેન્કિંગમાં ભારતનો દબદબો

આ પણ વાંચો :- Gujarat Two Wheeler Best scheme 2024 : apply Online, eligibility ane check subsidy

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *