WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

રાજેન્દ્ર કેશવલાલ શાહ

28 જાન્યુઆરીએ પ્રખ્યાત ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહની જન્મજયંતી છે.

  • રાજેન્દ્ર કેશવલાલ શાહ એક ગુજરાતી કવિ હતા.
  • તેમણે 20 કરતાં વધુ કાવ્ય અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા જેમાંના મુખ્યત્વે પ્રકૃતિ સૌંદર્ય અને સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાય પર હતા.
  • ગુજરાતી સાહિત્યમાં તેમણે ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે.
  • તેમના વિવિધ વ્યવસાયોમાંથી એકમાં તેઓ મુંબઈમાં પ્રકાશક હતા, જ્યાં તેમણે કવિતાનું સામયિક કવિલોક 1957માં શરૂ કર્યું હતું. આ પ્રકાશન કેન્દ્ર દર રવિવારે ગુજરાતી કવિઓ માટે મહત્વનું કેન્દ્ર બની ગયું હતું.
  • રાજેન્દ્ર શાહે કવિતાઓ સિવાય ટાગોરના કાવ્ય સંગ્રહ બાલાકા, જયદેવના ગીત ગોવિંદ, કોલ્ડ્રિજના ધ રાઇમ ઓફ ધ એન્સિયન્ટ મરિનર અને દાન્તેના ડિવાઇન કોમેડીનો અનુવાદ કર્યો હતો.

જીવન

  • રાજેન્દ્ર શાહનો જન્મ 28 જાન્યુઆરી 1913 ના રોજ ગુજરાતના કપડવંજ નગરમાં થયો હતો.
  • 1930માં તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો અને અસહકારની ચળવળમાં જોડાયા અને જેલવાસ વેઠ્યો.
  • 1931માં તેમના લગ્ન મંજુલા અગ્રવાલ સાથે થયા હતા.
  • 1934માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય – વડોદરામાંથી ફિલોસોફીની સ્નાતકની પદવી મેળવી હતી અને ત્યારબાદ અમદાવાદમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું હતું.
  • તેમનું અવસાન 2 જાન્યુઆરી 2010ના રોજ મુંબઈ ખાતે થયું હતું

પુરસ્કારો

  • કુમાર સુવર્ણ ચંદ્રક- 1949
  • રણજિતરામ સુવર્ણચંદ્રક – 1965
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર – 1963 (શાંત કોલાહલ માટે)
  • ઓરબિંદો સુવર્ણ ચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદ – 1980
  • નરસિંહ મહેતા એવોર્ડ – 1999
  • જ્ઞાનપીઠ એવોર્ડ – 2001
  • નર્મદ સુવર્ણ ચંદ્રક

કાવ્ય સંગ્રહો

  • ધ્વનિ (૧૯૫૧)
  • આંદોલન (૧૯૫૨)
  • શ્રુતિ (૧૯૫૭)
  • મોરપીંછ (૧૯૫૯)
  • શાંત કોલાહલ (૧૯૬૨)
  • ચિત્રણા (૧૯૬૭)
  • ક્ષણ જે ચિત્તરંજન (૧૯૬૮)
  • વિષાદને સાદ (૧૯૬૮)
  • મધ્યમા (૧૯૭૮)
  • ઉદ્ ગીતિ (૧૯૭૯)
  • ઇક્ષણા (૧૯૭૯)
  • પત્રલેખા (૧૯૮૧)
  • પ્રસંગ સપ્તક (૧૯૮૨)
  • પંચપર્વ (૧૯૮૩)
  • દ્વાસુપમા (૧૯૮૩)
  • વિભાવન (૧૯૮૩)
  • ચંદન ભીની અને અનામિક (૧૯૮૭)
  • અરણ્યક (૧૯૯૨)

 

આજની રમત-જગત અને કમ્પ્યુટર પરિચયની ટેસ્ટ લીંક માટે : click here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *