WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

માધવસિંહ સોલંકી – Madhavsinh Solanki

માધવસિંહ સોલંકી – Madhavsinh Solanki

9 જાન્યુઆરીએ ગુજરાતના 7માં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની પુણ્યતિથી છે.

  • માધવસિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ ગુજરાતના મહેસાણા જીલ્લામાં થયો હતો.
  • માધવ સિંહ સોલંકી એક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે ભારતના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી.
  • તેઓ ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. (1976-1977, 1980-1985, 1989-1990)
  • 1981 માં મુખ્યમંત્રી સોલંકીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે બક્ષી કમિશનની ભલામણોના આધારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામતની રજૂઆત કરી હતી.
  • તેઓ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી હતા.
  • તેમણે સૌથી વધુ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ ઓકટોબર 2001 માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનતા તેઓ ગુજરાતના સૌથી વધુ સમય માટે મુખ્યમંત્રી પદ પર રહેનાર મુખ્યમંત્રી બન્યા.
  • તેઓ ગુજરાતના પ્રથમ બિન સવર્ણ મંત્રી હતા.
  • ઈન્દિરા ગાંધીની સલાહથી માધવસિંહ સોલંકીએ ‘ KHAM થિયરી ‘ (ખામ થિયરી) અમલી કરી. જેનો અર્થ K–ક્ષત્રિય, H–હરિજન, A–આદિવાસી અને M–મુસ્લિમ થાય છે.
  • તેમના સમય દરમિયાન 9 જુલાઈ, 1982 માં રાજ્યપાલ શારદા મુખર્જીના હસ્તે ગુજરાત વિધાનસભાનું નવનિર્મિત ભવન ‘વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ’ નું ઉદ્ઘાટન થયું .
  • તેમણે ગરીબ પુરૂષોને ધોતી અને મહિલાઓને મફત સાડી આપવાની યોજના અમલમાં મૂકી હતી.
  • તેમના સમયમાં વિશ્વ બેંક પાસેથી સરદાર સરોવર ડેમ માટે રૂ .500 કરોડની લોન મંજૂર થઇ હતી.
  • તેમણે મેડિકલ કોલેજમાં OBC ના વિદ્યાર્થીઓને અનુસ્નાતક કક્ષાએ 5 ટકા અનામત આપતા અનામત વિરોધી આંદોલન શરૂ થયું અને આ આંદોલન થતાં વિદ્યાર્થીઓને પરીક્ષા વગર માસ પ્રમોશન આપવામાં આવ્યું. આ અનામત આંદોલન 103 દિવસ ચાલ્યું હતું.
  • વોટબેંકલથી રાજનીતિનો સખત પ્રતિકાર થયો. અનામત અંદોલનના કારણે અને કેન્દ્રનું દબાણ થતા તેમણે 6 જુલાઈ, 1985 ના રોજ રાજીનામું આપ્યું. ત્યારે અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા.

મુખ્યમંત્રીની સિદ્ધિ

  • તેમણે પછાત વર્ગ માટે “કુટુંબપોથી” દાખલ કરી હતી.
  • તેમના સમયમાં ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC) નું કારખાનું સ્થાપવામાં આવ્યું.
  • તેમના સમયે ‘મધ્યાહન ભોજન યોજના’ (મીડડે મીલ ( MDM )) શરૂ થઇ.
  • તેમણે વર્લ્ડ બેંક પાસેથી લોન લઈને સરદાર સરોવરનું નિર્માણ શરૂ કરાવ્યું અને વીજ મથકનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું.
  • મોડાસા ખાતે તેમણે GEC (Goverment Enginnering College) શરૂ કરી.
  • તેમના સમયમાં યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત જાહેર કરવામાં આવી.
  • તેમણે આદિવાસી વિસ્તારોમાં આઈ.ટી.આઈ. શરૂ કર્યા હતા.
  • તેમના કાર્યકાળ દરમિયાન બક્ષીપંચ બોર્ડ અને ગોપાલક માલધારી બોર્ડની રચના થઈ .
  • અમુક પગારધોરણ સુધી સરકારી કર્મચારીઓને બોનસ આપવાની પ્રથા શરૂ થઈ
  • તેમણે લઘુતમ વેતનનો અમલ કરી ખેતમજુરો દૈનિક વેતનમાં વધારો કર્યો હતો.
  • તેમણે ‘ ફૂડ ફોર વર્ક ‘ યોજના તથા વહીવટી તંત્રમાં એક બારી (Single Window) યોજના શરૂ કરી.
  • તેમણે રૂરલ લેબર કમિશનરના પદની રચના કરી હતી.
  • તેમના સમયમાં અનામત બેઠકો ન ભરાય તો ‘કેરી ફોરવર્ડ’ કરવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી પરંતુ તેનો વિરોધ થતાં તેને રદ કરવામાં આવી.
  • તેમના સમયમાં કન્યા કેળવણી બાળ મંદિરથી યુનિવર્સિટી સુધી વિનામૂલ્યે કરવામાં આવી.
  • તેમણે ધોરણ 5 થી પ્રાથમિક શાળામાં અંગ્રેજી વિષય ભણાવવાની શરૂઆત કરાવી .

 

9 January 2023 One Liner Current Affairs PDF Download : Click Here 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *