WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

જોરાવરસિંહ જાદવ

જોરાવરસિંહ જાદવ

10 જાન્યુઆરીએ ગુજરાતી લેખક અને સાહિત્યકાર જોરાવરસિંહ જાદવની જન્મજયંતી છે.

  • જોરાવરસિંહ જાદવનો જન્મ 10 જાન્યુઆરી 1940ના રોજ ગુજરાતના ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો.
  • જોરાવરસિંહ દાનુભાઈ જાદવ ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક છે.
  • તેમણે લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય પર આધારિત 90 જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી છે.
  • શિક્ષણ
  • જોરાવરસિંહે 1 થી 4 ધોરણનું પ્રાથમિક શિક્ષણ આકરુમાં લીધા બાદ ધોરણ 5 થી 9 સુધીનું શિક્ષણ ધોળકામાં શેઠ હસનઅલી હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું.
  • ત્યારબાદ ઉચ્ચશિક્ષણ ગુજરાત વિદ્યાપીઠમાંથી મેળવ્યું હતું.
  • તેઓ ઇ.સ .1961માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી અને ઇતિહાસ વિષય સાથે સ્નાતક થયા.
  • ત્યારબાદ ઇ.સ. 1963માં ભો.જે વિદ્યાભવનમાંથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષય સાથે અનુસ્નાતક થયા.
  • ઇ.સ 1964માં તેઓ ગુજરાત રાજ્ય સરકારી સંઘમાં પ્રકાશક તરીકે જોડાયા.

સાહિત્યિક કાર્યો

  • જોરાવરસિંહે ગ્રામજીવનને અનુલક્ષીને વાર્તાઓ લખી જેમાં તેમની ખ્યાતનામ વાર્તાઓમાં ‘મરદ કસુંબલ રંગ ચડે’, ‘મરદાઈ માથા સાટે’ (1970), ‘લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ’ (1974) અને ‘રાજપૂત કથાઓ’ (1979)નો સમાવેશ થાય છે.
  • તેમણે ‘ભાતીગળ લોકકથાઓ’ (1993) અને ‘મનોરંજક કથામાળા’ (1977) નામના બાળવાર્તાઓના પુસ્તકો પણ લખ્યાં.
  • તેમણે સંદર્ભસાહિત્યની પણ રચના કરી જેમાં ‘આપણા કસબીઓ’ (1972), ‘લોકજીવનના મોભ’ (1975), ‘ગુજરાતની લોકસંસ્કૃતિ’ (1976) ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’ (1979) અને ‘પ્રાચીન ભારતનાં શસ્ત્રાસ્ત્રો’ (1981) નો સમાવેશ થાય છે.
  • ત્યારબાદ તેમણે ‘સજે ધરતી શણગાર’ (1972), ‘લોકસાહિત્યની નાગકથાઓ’ (19984) જેવા લોકસાહિત્ય સંપાદનના ગ્રંથોની પણ રચના કરી.
  • ઇ.સ. 1958માં તેમણે લખેલા લોકસાહિત્ય અને સંસ્કૃતિ પરના સંશોધનાત્મક લેખો પણ છાપવા લાગ્યા.
  • તેમના લેખો બુદ્ધિપ્રકાશ, નૂતન ગુજરાત, રંગતરંગ, અખંડ આનંદ અને ગુજરાત સમાચાર જેવા સમાચાર પત્રો અને સામયિકોમાં પ્રગટ થતા હતા. આથી તેમને લોકસાહિત્યના સંશોધક અને પ્રચારક તરીકેની નામના પ્રાપ્ત થઈ.
  • જાદવે ઇ.સ 1964થી સરકાર સાપ્તાહિક અને ગ્રામસ્વરાજ તથા જિનમંગલ માસિકના સંપાદનની જવાબદારી સંભાળી હતી.
  • તેમણે કલાને લોકો સમક્ષ રજુ કરવા સામયિકોની સાથે રેડિયો અને ટેલિવિઝનમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન-સંચાલન કર્યું હતું.
  • તેમણે ઇ.સ. 1978માં ‘ગુજરાત લોકકલા ફાઉન્ડેશન’ નામની સંસ્થાની સ્થાપના કરી જેના દ્વારા ગુજરાત અને રાજસ્થાનની અભણ,
  • શોષિત અને વિચરતી જાતીના લોકકલાકારોને લોકો સમક્ષ આવવાની અને પોતાની અભિવ્યક્તિ કરવાની તક મળી હતી.

પુરસ્કાર અને સન્માન

  • મેઘાણી સુવર્ણચંદ્રક – 1975
  • ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક
  • ગુજરાત સરકારનું પારિતોષિક
  • એન.સી.ઈ. આર. ટી. નું પ્રથમ પારિતોષિક
  • ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર – 2012
  • પદ્મશ્રી- 2019

 

આજની સામાન્ય વિજ્ઞાન અને પંચાયતી રાજની ટેસ્ટ લીંક માટે : click here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *