WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ મુનશી

8 ફેબ્રુઆરીએ કનૈયાલાલ મુનશીની પુણ્યતિથિ છે.

  • તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ ભરૂચમાં થયો હતો.
  • પિતાનું નામ : માણેકલાલ
  • માતાનું નામ : તાપી બા
  • પુરુનામ : કનૈયાલાલ માણેકલાલ મુનશી
  • તેઓ ‘ક. મા. મુનશી’ તરીકે પણ જાણીતા હતા.
  • તેઓ ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા.
    તેઓ વ્યવસાયે વકીલ હતા.
  • તેમણે 1938માં શિક્ષણ સંસ્થા ‘ભારતીય વિદ્યા ભવનની’ સ્થાપના કરી હતી.

રાજકારણ

  • 1915-20 દરમિયાન તેઓ હોમરુલ લીગના મંત્રી રહ્યા હતા.
  • તેમની સુદિર્ઘ રાજકીય કારકિર્દી દરમ્યાન તેઓ 1925માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા.
  • 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર પછી 1930-32 દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો.
  • 1937-39 દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા.
  • 1948માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પછી હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
  • 1948માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય બન્યા અને એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન રહ્યા.
  • 1952ની ચૂંટણી પછી 1952 થી 1957 દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર રહ્યા હતા.
  • 1958-59 દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મતભેદો થતા પક્ષમાંથી રાજીનામું આપ્યું અને 1959માં તેઓ રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં જોડાયા.
  • 1960 માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.

સાહિત્ય

  • સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે તેમણે 1912માં ભાર્ગવ અને 1922માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો.
  • 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો.
  • તેમણે 1938માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને 1937, 1949,1955માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા.
  • 1959માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો.
  • 8 ફેબ્રુઆરી 1971ના દીવસે 83 વર્ષની વયે મુંબઈમાં તેમનું અવસાન થયું.
  • નવલકથાઓ
  • મારી કમલા (૧૯૧૨)
  • વેરની વસુલાત (૧૯૧૩) (ઘનશ્યામ ઉપનામ હેઠળ)
  • પાટણની પ્રભુતા (૧૯૧૬)
  • ગુજરાતનો નાથ (૧૯૧૭)
  • રાજાધિરાજ (૧૯૧૮)
  • પૃથિવીવલ્લભ (૧૯૨૧)
  • સ્વપ્નદ્રષ્ટા (૧૯૨૪)
  • લોપામુદ્રા (૧૯૩૦)
  • જય સોમનાથ (૧૯૪૦)
  • ભગવાન પરશુરામ (૧૯૪૬)
  • તપસ્વિની (૧૯૫૭)
  • કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮ (અપૂર્ણ)
  • કોનો વાંક
  • લોમહર્ષિણી
  • ભગવાન કૌટિલ્ય
  • પ્રતિરોધ (૧૯૦૦)
  • અવિભક્ત આત્મા
  • નાટકો
  • બ્રહ્મચર્યાશ્રમ (૧૯૩૧)
  • ડૉ. મધુરિકા (૧૯૩૬)
  • પૌરાણિક નાટકો

 

આજની ગુજરાતનો ઈતિહાસ અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ટેસ્ટ લીંક માટે : click here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *