WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Sardar Vallabhbhai Patel (સરદાર વલ્લભભાઈ પટેલ)

Sardar Vallabhbhai Patel (સરદાર વલ્લભભાઈ પટેલ)
  • જન્મ 31 ઓક્ટોબર 1875 ખેડા જિલ્લાના નડિયાદ
  • માતા : લાડબાઈ
  • પિતાનું નામ : ઝવેરભાઈ
  • પત્નીનુંનામ : ઝવેરબા
  • પુત્રનું નામ : ડાહ્યાભાઈ
  • પુત્રી : મણીબેન
  • ઉપનામ : સરદાર,લોખંડી પુરુષ, અખંડ ભારતના શિલ્પી, અને ભારતના બિસ્માર્ક

કિંગ ઓફ બોરસદ

  • વર્ષ 1923 માં બોરસદ સત્યાગ્રહની આગેવાની લીધી હતી આ સત્યાગ્રહના પરિણામે સરકારે પ્રજા પર નાખેલો હડિયાવેરો રદ કર્યો ત્યારબાદ ગાંધીજી તેમને કિંગ ઓફ બોરસદ કહેવા લાગ્યા.

સરદાર

  • 1922માં બારડોલીમાં સરદાર પટેલના નેતૃત્વ હેઠળ ‘કોઈ કર નહીં (ના કર) અભિયાન’ ચલાવાયું જેમાં ખેડૂતોએ જમીનદારોને મહેસુલ ચુકવવાની મનાઈ કરી. આ અભિયાનની સફળતાનાં પગલે તેઓને વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાનું આમંત્રણ અપાયું હતું. આ સત્યાગ્રહની આગેવાની તેમણે કુંવરભાઈ અને કલ્યાણજી મહેતાની વિનંતીથી લીધી હતી. આ સત્યાગ્રહના સફળ નેતૃત્વને પરિણામે બારડોલીની બહેનો વતી ભીખીબહેને વલ્લભભાઈ પટેલને ‘સરદાર’ નું બિરુદ આપ્યું હતું.

  • તેમણે આઝાદી બાદ ભારતના 562 જેટલા નાના મોટા દેશી રજવાડાને સામ-દામ-દંડ અને ભેદ ની નીતિથી અખંડ ભારતનું નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ કારણસર તેમને ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે.
  • તેઓ ઓલ ઇન્ડિયા સર્વિસ ના રચયિતા હોવાથી તેમને આધુનિક અખિલ ભારતીય સેવાના પિતા અને Patron saint of the IAS પણ કહેવામાં આવે છે.
  • દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર પટેલે કરેલા ભગીરથ કાર્યની યાદમાં તેમના જન્મદિવસ 31 ઓકટોબરને વર્ષ 2014 થી ભારત સરકાર દ્વારા ‘ રાષ્ટ્રીય એકતા દિવસ ‘ તરીકે ઊજવવામાં આવે છે .
  • ગાંધીજીના રહસ્ય મંત્રી મહાદેવભાઈ દેસાઈએ ‘ વીર વલ્લભભાઈ ‘ અને ‘ બારડોલી સત્યાગ્રહનો ઈતિહાસ ‘ કૃતિઓની રચના કરી હતી.
  • તેમને વર્ષ 1991 માં દેશના સર્વોચ્ચ સન્માન ‘ ભારતરત્ન ‘ (મરણોત્તર ) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા .
  • રાજમોહન ગાંધી દ્વારા ‘ સરદાર પટેલ – એક સમર્પિત જીવન ‘ શીર્ષક હેઠળ તેમનું જીવન ચરિત્ર લખવામાં આવ્યું છે .
  • તેમની સ્મૃતિમાં 182 મીટર ઊંચાઈના સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા કોલોની , તા : ગરુડેશ્વર , જિ : નર્મદા ) નું નિર્માણ કરવામાં આવ્યું છે .
  • જેની ડિઝાઈન રામ વાનજી સુતાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ , શાહીબાગ , અમદાવાદ અને સરદાર પટેલ મ્યુઝિયમ , બારડોલી , સુરત ખાતે આવેલ છે .
  • તેમનું નિધન 15 ડિસેમ્બર , 1950 ના રોજ મુંબઈ ખાતે થયું હતું.

 

15 December 2022 Current Affairs Main PDF Download : Click Here

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *