WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ભારતીય ગાંધીવાદી અને લેખક નારાયણભાઈ દેસાઈ

ભારતીય ગાંધીવાદી અને લેખક નારાયણભાઈ દેસાઈ

24 ડિસેમ્બરે નારાયણભાઈ દેસાઈની જન્મજયંતી છે.

  • નારાયણ દેસાઈ એક ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.

પ્રારંભિક જીવન

  • મહાત્મા ગાંધીના અંગત સેક્રેટરી અને જીવનવૃત્તાંત લેખક મહાદેવભાઈ દેસાઈના પુત્ર એવા નારાયણ દેસાઈનો જન્મ વલસાડ, ગુજરાત ખાતે 24 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો.
  • તેમણે સુરતની નઇ તાલીમ શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું.
  • વિનોબા ભાવે દ્વારા ‘ભૂદાન આંદોલન’ શરૂ કરાયા પછી તેમણે ગુજરાતમાં પગપાળાં પ્રવાસ કરીને અમીરો પાસેથી જમીન લઇને ગરીબ જમીન વિહોણાં ખેડૂતોમાં વહેંચી હતી.
  • તેમણે ભૂદાન આંદોલનનું મુખપત્ર ભૂમિપુત્ર શરૂ કર્યું અને 1959 સુધી તેના તંત્રી રહ્યા.

ગાંધીજીની ફિલસૂફીનો અમલ

  • નારાયણ દેસાઈ વિનોબા ભાવે દ્વારા સ્થાપિત અને સામાજીક નેતા જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ સંચાલિત અખિલ ભારતીય શાંતિ સેના મંડળમાં જોડાયા.
  • નારાયણ દેસાઈએ સમગ્ર દેશમાંથી શાંતિ સ્વયંસેવકોની ભરતી કરી જેમણે જાતિગત અથડામણો દરમિયાન સુલેહગીરી કરવામાં મદદ કરી.
  • તેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો અને તેઓ વોર રેઝિસ્ટર્સ ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે ચૂંટાયા.
  • પાકિસ્તાની શાંતિ સંગઠનની સાથે તેમને યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
    તેઓ ભારતમાં કટોકટી લાદવાના વિરોધમાં સક્રિય હતા અને કટોકટીના કાયદાઓના વિરોધમાં સામયિકની શરૂઆત કરી હતી.
  • જયપ્રકાશ નારાયણના સાથી તરીકે તેમણે જનતા પાર્ટીની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો.
  • ૨૦૦૪થી તેમણે ‘ગાંધી-કથા’ (મહાત્મા ગાંધીના જીવનનાં પ્રસંગોનું વર્ણન) કહેવાની સમગ્ર વિશ્વમાં શરૂઆત કરી.
    તેઓ 23 જુલાઇ 2007 થી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહ્યા હતા પણ નવેમ્બર 2014માં તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.
  • સર્જન
  • પાવન પ્રસંગો (1952) અને જયપ્રકાશ નારાયણ (1980) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે.
  • ‘ગાંધી ક્યાંક હશે’ ભારતમાં ગીત-સંવાદોમાં લખાયેલી કટાક્ષિકા છે.
  • સામ્યયોગી વિનોબા (1953), ભૂદાન આરોહણ (1956), મા ધરતીને ખોળે (1956), શાંતિસેના (1966), સંત સેવતાં સુકૃત વાધે (1967), સર્વોદય શું છે? (1968), ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે? (1969), અહિંસક પ્રતિકારની કહાણી (1975) વગેરે ગાંધીજીના આચારવિચારમાં રહેલી જીવનદ્રષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને ભૂદાન પ્રવૃત્તિ વિશેનાં પુસ્તકો છે.
  • સોનાર બાંગ્લા (1972) અને લેનિન અને ભારત (1976) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો છે.
  • વેડછીનો વડલો (1984)નું એમણે સંપાદન કર્યું છે.
  • માટીનો માનવી (1964) અને રવિછબી (1979) એમના અનુવાદો છે.

પુરસ્કારો

  • 1989માં તેમના પુસ્તક ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માટે ‘નર્મદ સુવર્ણ ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો.
  • 1993માં તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ મળ્યો હતો.
  • તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ મળ્યો હતો.
  • 1999માં તેમને જમનાલાલ ‘બજાજ પુરસ્કાર’ મળ્યો હતો અને 1998માં ‘અસહિષ્ણુતા’ અને ‘અહિંસાનો અથાગ’ પ્રચાર કરવા માટે ‘યુનેસ્કો-મદનજીત સિંહ પુરસ્કાર’ મળ્યો હતો.
  • ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ 2001માં એનાયત થયો હતો.
  • 2004ના વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો 18મો ‘મૂર્તીદેવી પુરસ્કાર’ તેમને તેમના લોકપ્રિય સર્જન ‘મારું જીવન એજ મારી વાણી’ માટે મળ્યો હતો જે મહાત્મા ગાંધીના જીવન, ફિલસૂફી અને કાર્યો પર આધારીત છે.

મૃત્યુ

  • 10 ડિસેમ્બર 2014ના રોજ તેઓ કોમામાં સરી પડ્યા હતા.
  • 15 માર્ચ 2015ના રોજ મહાવીર ટ્રોમા સેન્ટર, સુરત ખાતે તેમનું અવસાન થયું.

 

24 December 2022 One Liner Current Affairs PDF Download : Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *