WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Raghuveer Chaudhary

Raghuveer Chaudhary

5 ડિસેમ્બરે પ્રખ્યાત ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક રઘુવીર ચૌધરીનો જન્મદિવસ છે.

  • તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો.
  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે 1960માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી.
  • તેમણે 1962માં એમ.એ. અને 1979માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી.
  • તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ-અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા.
  • 1977થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને 1998માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા.
  • “અમૃતા” એ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા હતી.

નવલકથા

  • પૂર્વરાગ (19664)
  • અમૃતા (1965)
  • પરસ્પર (1969)
  • ઉપરવાસ (1975)
  • રૂદ્રમહાલય (1978)
  • પ્રેમઅંશ (1982)
  • ઇચ્છાવર (1987)

વાર્તા સંગ્રહો

  • આકસ્મિક સ્પર્શ (1966)
  • ગેરસમજ (1968)
  • બહાર કોઈ છે (1972)
  • નંદીઘર (1977)
  • અતિથિગૃહ (1988)

કવિતા

  • તમસા (1967, 1992)
  • વહેતાં વૃક્ષ પવનમાં
  • ઉપરવાસયત્રી

નાટક

  • અશોકવન (1970)
  • ઝુલતા મિનારા (1970)
  • સિકંદરસાની (1979)
  • નજીક

એકાંકી

  • ડિમલાઇટ (1973)
  • ત્રીજો પુરુષ (1982)

વિવેચન

  • અદ્યતન કવિતા
  • વાર્તાવિશેષ
  • દર્શકના દેશમાં
  • જયંતિ દલાલ
  • મુક્તાનંદની અક્ષર આરાધના

રેખાચિત્રો

  • સહરાની ભવ્યતા (1980)
  • તિલક
  • પ્રવાસ વર્ણન
  • બારીમાંથી બ્રિટન
  • ધર્મચિંતન
  • વચનામૃત અને કથામૃત

સંપાદન

  • સ્વામિનારાયણ સંતસાહિત્ય
  • નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય
  • શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાઙ્મય

સન્માન

  • કુમાર સુવર્ણ ચંદ્રક
  • ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
  • સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર
  • રણજિતરામ સુવર્ણચંદ્રક
  • જ્ઞાનપીઠ પુરસ્કાર (2015)
  • નર્મદ સુવર્ણ ચંદ્રક (1995) ‘તિલક કરે રઘુવીર માટે’

 

આજની ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ લીંક માટે :click here 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *