WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ

ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ

19 ડિસેમ્બરે ગુજરાતના છટ્ઠા મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની પુણ્યતિથી છે.

  • તેમનો જન્મ 9 ફેબ્રુઆરી 1911 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો.
  • બાબુભાઈ જશભાઈ પટેલ ભારતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા.
  • તેમણે બે વખત હોદ્દો સંભાળ્યો હતો પ્રથમ વખત જૂન 1975 થી માર્ચ 1976 સુધી જનતા મોરચાના નેતા તરીકે અને બીજી વખત એપ્રિલ 1977 થી ફેબ્રુઆરી 1980 સુધી જનતા પાર્ટીના નેતા તરીકે.
  • બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા.
  • ગાંધીજીના વ્યકિતગત સત્યાગ્રહમાં ભાગ લેનારા ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ હતા.
  • તેઓ સ્વાતંત્ર સેનાની હતા. વર્ષ 1930 અને 1942 ની આઝાદી ચળવળોમાં તેમણે ભાગ લઈ સાત વાર કારાવાસ ભોગવ્યો હતો.
  • મહાગુજરાત આંદોલનથી પરાજિત થયેલા બાબુભાઈ ઈ.સ. 1974 માં થયેલા નવનિર્માણ આંદોલનથી મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા.
    ઈન્દિરા ગાંધીએ જયારે વર્ષ 1975 માં સમગ્ર ભારતમાં આંતરિક કટોકટી જાહેર કરી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા.
  • બાબુભાઈ પટેલના મુખ્યમંત્રી પદ હેઠળ ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું.
  • તેમના સમયમાં ગુજરાતમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડયું હતું ત્યારે કે . કે . વિશ્વનાથન ગુજરાતના રાજ્યપાલ હતા.
  • તેમણે દરેક જિલ્લાઓમાં દૂધની ડેરીની સ્થાપના કરાવી તેમજ ગ્રામીણ બેંકો શરૂ કરાવી.
  • સામ્યવાદી પક્ષ , કોંગ્રેસ અને રિપબ્લિકન પક્ષે ભેગા મળી ‘ જનતા મોરચાની ‘ રચના કરી હતી.
  • તેમના સમયમાં શાહીબાગ ખાતે મોતી મહેલને ‘ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ‘ નામ આપવામાં આવ્યું.

મુખ્યમંત્રીની સિદ્ધિ

  • ગુજરાતમાં બાબુભાઈ પટેલે માતૃભાષા ( ગુજરાતી ) માં વહીવટ દાખલ કર્યો.
  • તેમના સમયમાં ઈ.સ .1978 માં ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી , જેનું નામ વર્ષ 2012 માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કરવામાં આવ્યું હતું.
  • 16 ઓગષ્ટ 1978 માં નર્મદા જળવિવાદ ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો હતો.
  • તેમના સમયમાં વર્ષ 1979 માં મોરબીમાં મચ્છુ હોનારત થઈ ત્યારે બાબુભાઈનું કેબિનેટ મોરબી ખાતે કાર્યરત કરાવ્યું હતું.
  • તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 1978-80માં નર્મદા યોજનાના અમલનો આરંભ થયો.

બાબુભાઈ પટેલે રાજ્યના પ્રથમ લોકાયુકતની નિમણૂક કરાવી

  • સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ નિયમિત કરાવી , બંધ મિલોનું સંચાલન વગેરે પ્રશ્નો હલ કરવા પગલાં લીધાં હતાં.
  • તેમના સમયમાં શિક્ષણમાં 10 + 2 + 3 પેટર્ન અમલમાં આવી હતી.
  • તેમના સમયમાં અન્ય પછાત જ્ઞાતિઓ માટે 10 ટકા અનામત જગ્યા રાખવા માટે નિર્ણય લેવાયો તેમજ બઢતીમાં રોસ્ટર પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી .
  • તેમણે 60 વર્ષથી વધુની નિરાધાર મહિલાઓ અને 65 વર્ષથી વધુના નિરાધાર પુરુષો , અપંગ અને અશકતો માટે માસિક 30 રૂપિયાની સહાયની પેન્શન યોજના શરૂ કરી હતી.
  • તેમણે પોલીસ યુનિયનને માન્યતા આપી જે બાદમાં મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી દ્વારા રદ કરવામાં આવી.
  • તેમણે બોમ્બેહાઈ તેલ ક્ષેત્રમાંથી ગુજરાતને ગેસનો હિસ્સો અપાવ્યો.
  • તેમના કાર્યકાળ દરમિયાન અભિનવ ગૃહ નિર્માણ યોજના શરૂ કરવામાં આવી.
  • તેમના સમયમાં ગરીબી દૂર કરવા ‘ અંત્યોદય યોજના ‘ અમલમાં આવી.

 

આજની ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ લીંક માટે : click here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *