WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

રવિશંકર મહારાજ

રવિશંકર મહારાજ

25 ફેબ્રુઆરીએ રવિશંકર મહારાજની જન્મજયંતી છે.

  • 25 ફેબ્રુઆરી, 1884 ના રોજ રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો.
  • તેમનું પૂરું નામ રવિશંકર પિતાંબર વ્યાસ હતું.
  • તેમની કર્મભૂમિ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાનું સરસવણી ગામ હતું.
  • રવિશંકર મહારાજ ખેડા સત્યાગ્રહથી ગાંધીજી સાથે જોડાયા હતા.
  • રવિશંકર મહારાજને ‘મૂક સેવક’, ‘કળિયુગના ઋષિ’, ‘મૂઠી ઉંચેરા માનવી’, ‘બોરિંગવાળા મહારાજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • તેમણે વર્ષ 1923 માં બોરસદ સત્યાગ્રહ સમયે હેડિયા વેરા નહીં ભરવાની ગામેગામ ઝુંબેશ શરૂ કરી અને વર્ષ 1928 માં બારડોલી સત્યાગ્રહમાં ભાગ લઈ બે વર્ષનો જેલવાસ ભોગવ્યો હતો.
  • તેઓ ભારત છોડો ચળવળ (1942) માં જેલવાસ દરમિયાન જેલમાં ગામઠીગીતા સમજાવતાં હતાં
  • તેમણે વિનોબા ભાવે સાથે ‘ભૂદાન’ અને ‘સર્વોદય’ યોજનામાં પાયાનું કામ કર્યુ અને ગુજરાતમાં ભૂદાન પ્રવૃત્તિની શરૂઆત કરી
  • વર્ષ 1955-1958 દરમિયાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6000 કિ.મી.નું ભ્રમણ કર્યુ હતું.
  • ઝવેરચંદ મેઘાણીએ તેમના ચરિત્રને આલેખતું પુસ્તક ‘માણસાઈના દીવા’ લખ્યું હતું.
  • તેમની સમાજસેવાના કાર્યો માટે તેમને કરોડપતિ ભીખારી, બોરીંગવાળા મહારાજ અને મૂઠી ઊંચેરા માનવી (સ્વામી આનંદ દ્વારા) તરીકે જાણીતા થયા હતા.
  • 1 મે, 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના તેમના વરદ્ હસ્તે થઈ.
    ગુજરાત રાજ્યમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક રીતે પછાત, લઘુમતી તેમજ વિચરતી વિમુકત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિને રવિશંકર મહારાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
  • ગુજરાત સરકારના સામાજિક ન્યાય વિભાગ દ્વારા આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા તેમની સ્મૃતિમાં વર્ષ 1984 માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

 

આજની રમત-જગત અને કમ્પ્યુટર પરિચયની ટેસ્ટ લીંક માટે : click here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *