WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ગુજરાતના 5માં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ

ગુજરાતના 5માં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ

17 ફેબ્રુઆરીએ ગુજરાતના 5માં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની પુણ્યતિથિ છે.

  • તેમનો જન્મ 3 જૂન 1929ના રોજ વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિકોદ્રા ગામમાં થયો હતો.
  • તેઓ 1950માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વિદ્યાર્થી સંઘના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
  • ચીમનભાઈ પટેલ એક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને જનતા દળ સાથે સંકળાયેલા ભારતીય રાજકારણી હતા.
  • પટેલને કોકમ થિયરીના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ખામ થિયરીનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવી હતી અને તે રાજ્યની વસ્તીના 24% કોળીઓનું વિશાળ સમર્થન હાંસલ કરવામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સફળ રહી હતી.
  • તેમણે 18 જુલાઈ 1973થી 9 ફેબ્રુઆરી 1974 સુધી ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
  • તેઓ ઘનશ્યામ ઓઝાના રાજીનામા બાદ મુખ્યમંત્રી બન્યા હતા તેમજ ગૃહ વિભાગનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. ગુજરાતમાં પ્રથમ વખત નાયબ મુખ્યમંત્રી પદ પર કાંતિલાલ ઘીયા રહ્યા હતા સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન સૌપ્રથમ વખત રાજ્ય કક્ષાના પ્રધાનપદના હોદ્દાની શરૂઆત થઈ હતી.
  • ‘નયા ગુજરાત’ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલનું સ્વપ્ન હતું.
  • તેઓ સૌથી નાની વયના મુખ્યમંત્રી હતા.
  • તેઓ નર્મદા યોજના માટે પ્રગતિશીલ હોવાથી ‘છોટે સરદાર’ તરીકે ઓળખાયા.
  • તેમણે જનતા દળ ગુજરાત પક્ષની પણ સ્થાપના કરી.
  • તેઓ હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં આયોજન મંત્રી અને ઘનશ્યામભાઈ ઓઝાની સરકારમાં ઉઘોગ મંત્રી રહી ચૂકયા હતા.
  • રતુભાઈ અદાણી 38 ધારાસભ્યોની સહી લઈ ચીમનભાઈ પટેલના રાજીનામાની માંગણીની અરજી લઈ દિલ્હી ગયા હતા.
  • તેમના સમયમાં રોટી રમખાણ અને વર્ષ 1974 માં નવનિર્માણ આંદોલન થયું.
  • ચીમનભાઈ પટેલ 4 માર્ચ , 1990 માં ફરીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
  • “સૂર્યપુત્ર” નામનું પુસ્તક ચીમનભાઈ પટેલને કેન્દ્રમાં રાખીને લખવામાં આવ્યું છે.
  • 1991 માં ‘નર્મદા બચાવો આંદોલન’ ના પગલે રચાયેલી ‘મોર્સ સમિતિ’ને થયેલા અંસતોષથી વિશ્વબેંકની સહાય બંધ થઈ જતાં તેમણે ‘નર્મદા બોન્ડ’ ની જાહેરાત કરી હતી. તેમણે નર્મદાને “ગુજરાતની જીવાદોરી” ગણાવી હતી.
  • હૃદય રોગના હુમલાથી તેમનું આકસ્મિક નિધન થયું હતું. મુખ્યમંત્રી પદ પર અવસાન પામનાર તેઓ બીજા મુખ્યમંત્રી હતા.ગાંધીનગરમાં આવેલ ‘નર્મદા ઘાટ’ ચીમનભાઈ પટેલનું સમાધિ સ્થળ છે.

મુખ્યમંત્રીની સિદ્ધિ

  • તેમણે મંડલ પંચની ભલામણોને આધારે ગુજરાતમાં અનામતમાં વધારો કર્યો હતો.
  • હિંદુ અને જૈન ઉત્સવોમાં કતલખાના પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડયો.

 

આજની સામાન્ય વિજ્ઞાન અને પંચાયતી રાજની ટેસ્ટ લીંક માટે : click here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *