WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ

ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ

1 જાન્યુઆરીએ મહાદેવભાઈ દેસાઈની જન્મજયંતિ છે.

  • મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ એક સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી, ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક હતા.
  • તેઓ મહાત્મા ગાંધીનાં ‘અંગત મદદનીશ’ હતા.
  • તેમનો જન્મ 1 જાન્યુઆરી 1892ના રોજ સુરત જીલ્લાના સરસ ગામે થયો હતો.
  • પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું.
  • બી.એ. એલએલ. બી. થઈ અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા.
  • ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને 1917થી તેમના અંતેવાસી બન્યા.
  • તેમને 1955માં ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ અર્પણ થયો હતો.
  • 15 ઓગષ્ટ 1942 ના રોજ કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે તેમનું અવસાન થયું હતું.

સર્જન

  • ‘અંત્યજ સાધુનંદ’ (1925), ‘વીર વલ્લભભાઈ’ (1928), ‘સંત ફ્રાંસિસ’ (1924), ‘બે ખુદાઈ ખિદમતગાર’ (1936), ‘મૌલાના
  • અબ્દુલકલામ આઝાદ’ (1946), ‘ચંદ્રશેખર શુક્લ સાથે’ (1946) એમના ચરિત્રગ્રંથો છે.
  • સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ (1923)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે.
  • ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ (1928) અને ‘ગોખલેનાં વ્યાખ્યાનો’ (1916) પણ હકીકતોને ભાવવાહી રીતે રજૂ કરતા હોઈ ધ્યાનાર્હ છે. બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ (1936) એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે.
  • ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’ (નરહરિ પરીખ સાથે, 1939) તથા ‘ખેતીની જમીન’ (માર્તન્ડ પંડ્યા સાથે, 1942) એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે.
  • ‘ચિત્રાંગદા’ (1915), ‘પ્રાચીન સાહિત્ય’ (નરહરિ પરીખ સાથે, 1922), ‘ત્રણ વાર્તાઓ’ (1923) અને ‘વિરાજવહુ’ (1924) એમના અનુવાદો છે.
  • ‘મારી જીવનકથા’ (1936) જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ છે.
    ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ’ (1927), ‘વીથ ગાંધીજી ઈન સિલોન’ (1928), ‘ધ સ્ટોરી ઑવ બારડોલી’ (1921), ‘અનવર્ધી ઑફ વર્ધા’ (1953) જેવા એમના અંગ્રેજી ગ્રંથો છે.
  • 1948માં ‘મહાદેવભાઈની ડાયરી’ – ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશઃ 1980માં ભા. 17 પ્રકાશિત થયેલો છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યક્તિશક્તિનું ઉદાહરણ છે.

 

આજની રમત-જગત અને કમ્પ્યુટર પરિચયની ટેસ્ટ લીંક માટે : click here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *