નર્મદાશંકર લાલશંકર દવે – નર્મદ

27 ફેબ્રુઆરીએ નર્મદની પુણ્યતિથી છે.
- ગુજરાતના જાણીતા સાહિત્યકાર એવા નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મ 24 ઓગસ્ટ, 1833 ના રોજ સુરતના આબલીરાન વિસ્તારમાં થયો હતો.
- નર્મદના શિક્ષક દુર્ગારામ મહેતાજી હતા, જેઓ એક સમાજસુધારક હતા.
- નર્મદના પિતા મુંબઈમાં લહિયાનું કામ કરતા.
- નર્મદે મોહનલાલ રણછોડદાસ ઝવેરી, દલપતરામ, કરશનદાસ મૂળજી સહીત અને અન્ય સાથી લેખકો સાથે મળીને ઈ.સ. 1851 માં મુંબઈ ખાતે ‘બુદ્ધિવર્ધક સભાની’ સ્થાપના કરી અને એકાદ વર્ષ ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક ચલાવ્યું. આ સંસ્થાના પ્રમુખ તરીકે નર્મદે ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ લખ્યો તેથી તેને ‘ગધના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
- આ બુદ્ધિવર્ધક સભાના કારણે નર્મદને સમાજસુધારક બનવાની પ્રેરણા મળી ત્યારબાદ ‘સત્યપ્રકાશ’ નામના સાપ્તાહિકે તેમને જાહેરમાં આવવાની તક પૂરી પાડી.
- તેમણે સમયની સાથે સાહિત્યમાં સુધારાવધારા કર્યા. સમાજમાં વિધવાવિવાહને પ્રાધાન્ય આપવા માટે સાહિત્યમાં તેને સ્થાન આપ્યું. આથી તેમને ‘સમયમૂર્તિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે .
- તેઓ ‘સ્વદેશાભિમાન’ શબ્દનો સૌપ્રથમ વખત લોકચલણમાં લાવ્યા.
- વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ જદુનાથ સાથે તેમણે વિધવાવિવાહની શાસ્ત્રસંમતિ ઉપર વાદવિવાદ કર્યો.
- નર્મદે એક વિધવાને આશ્રય આપ્યો.આ ઉપરાંત નર્મદાગૌરી નામની એક વિધવા સાથે તેમણે વિવાહ પણ કર્યા.આ માટે નર્મદને જ્ઞાતિ બહા૨ ની સજા ભોગવવી પડી હતી.
- 1866 માં તેમણે પોતાના ‘હિન્દુઓની પડતી’ નામના પુસ્તકમાં વહેમ અને કુરિવાજો સામે બંડ પોકાર્યો હતો.તેમને જણાવ્યું કે ખોટા વહેમથી લોકો પરદેશ જતા નથી, અજ્ઞાની લોકો પથ્થર અને પાડાને દેવ તરીકે પૂજે છે. નર્મદે સ્ત્રીઓની દુર્દશા જોઈ ‘બાળલગ્ન: વિરુદ્ધ ઝુંબેશ ચલાવી.
- તેમણે લોકોને વિધવાવિવાહ માટે જાગરૂક કર્યા અને પોતે વિધવા સાથે લગ્ન કરીને ઉદાહરણ પૂરું પાડયું. પોતાના આવા વિચારોને વાચા આપવા માટે તેમણે ‘ડાંડિયો’ નામે પાક્ષિક શરૂ કર્યું અને તેના દ્વારા સમાજમાં પ્રચલિત દંભ ખુલ્લા પાડવા માંડયા.
1867 માં નર્મદે ‘પ્રેમ શૌર્ય’ ના રાષ્ટ્રધ્વજની કલ્પના કરી હતી. - તેમણે સુરત ખાતે ‘સ્વદેશી હિતેચ્છુ મંડળી’ ની પણ સ્થાપના કરી હતી. નર્મદે શરૂ કરેલા આ સુધારા ગુજરાતમાં ભરૂચ, વડોદરા, અમદાવાદ, નડિયાદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ વગેરે સ્થળો સુધી ફેલાયા છે.
- નર્મદ વર્નાકયુલર સોસાયટીના અધ્યક્ષ બન્યા હતા. આ ઉપરાંત તેમણે વર્ષ 1856 માં ‘તત્વશોધક સભા’ ની અને વર્ષ 1871 માં ‘સુરત પ્રજા સમાજ’ ની સ્થાપના કરી હતી.
- ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે ‘નર્મદ સાહિત્ય સભા’ ચાલી રહી છે, આ સંસ્થા તરફથી દર વર્ષે ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને ‘નર્મદ સુવર્ણ ચંદ્રક’ આપવામાં આવે છે.
- સુરતમાં આવેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ વર્ષ 1965 માં નર્મદના નામ સાથે જોડી નવું નામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાખવામાં આવ્યું હતું.
- આઠ મહિનાની સંધિવાની માંદગી પછી તેમનું અવસાન 26 ફેબ્રુઆરી 1986ના રોજ 52 વર્ષની વયે મુંબઇ ખાતે થયું હતું.